News of Wednesday, 29th May 2024
જાહેર, ધાર્મિક તથા પ્રવાસન સ્થળો, સરકારી મિલ્કતો વગેરે ચોખ્ખા ચણાંક થશે
મનપા દ્વારા ૧ થી ૧૫ જૂન સ્વચ્છતા ઝુંબેશ

રાજકોટ,તા. ૨૯: ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૧૪માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન ૧.૦, સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત બની રહ્યુ છે. જેની સફળતાના આધારે, ભારત સરકારે વર્ષ-૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને ‘કચરા-મુકત શહેરો' (GFC) બનાવવાના ઉદેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦ લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજયના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજય સરકારશ્રી દ્વારા ‘નિર્મળ ગુજરાત ૨.૦' લોન્ચ કરવામાં આવેલ છે. ‘નિર્મળ ગુજરાત ૨.૦'ના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
નિર્મળ ગુજરાત ૨.૦ના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ધાર્મિક સ્થળો,ᅠમ્યુઝીયમ, પ્રવાસન સ્થળો, હેરીટેજ બિલ્ડીંગ,ᅠપુરાતત્વીય સાઈટ, શહેરના એન્ટ્રી પોઈન્ટ, ફલાય ઓવર,ᅠઅન્ડરબ્રીજ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડ, રીક્ષા/ટેક્સી સ્ટેન્ડ, શહેરના જાહેર માર્ગો, મુખ્ય રોડ, મોલ, માર્કેટ વિસ્તાર, મહાપુરૂષોની પ્રતિમા, બાગ, બગીચા, ઉઘાનો, સરકારી રહેણાંક વસાહતો, શહેરી વિસ્તારના જાહેર અને સામુદાયીક શૌચાલયો, ખુલ્લા પ્લોટ, મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ, સ્લમ વિસ્તાર, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, પીવાના પાણીના કાંસ ઓવરહેડ ટાંકા, ફીલ્ટરેશન પ્લાન્ટ, સિવિલ હોસ્પીટલ, સરકારી દવાખાના, PHC, CHEᅠ, અર્બન હેલ્થ સેન્ટર, આંગણવાડી અને ખાનગી હોસ્પીટલ, સરકારી કચેરીઓ, શાકભાજી માર્કેટ, APMC માર્કેટની સાફ સફાઇ, શહેરના, SHG ગ્રપના સહયોગથી શહેરના RWA અને હાઉસીંગ કોલોનીમાં કચરાના વર્ગીકરણ માટે ડ્રાઇવ, વૃક્ષારોપણની કામગીરી, સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગેની જાગૃતિ અને કલેકશન ડ્રાઇવ યોજવામાં આવશે.
(3:53 PM IST)










