News of Wednesday, 29th May 2024
આનંદ બંગલા ચોકમાં આવેલી કોટક મહિન્દ્રા બેંકના સર્વર રૂમમાં આગ લાગતા નાસભાગ
બેંક કર્મચારીએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે આગ બુઝાવી : આગ ઇલે. બોર્ડમાં લાગી હતી

રાજકોટઃ શહેરના નાનામવા રોડ પર આવેલા ટીઆરપી ગેઇમઝોનમાં આગની ઘટનાની આગ હજુ સમી નથી ત્યાં આનંદ બંગલા ચોક પાસે આવેલી કોટક મહિન્દ્રા બેંકમાં આવેલા સર્વર રૂમમાં આવેલા ઇલેકટ્રીકના બોર્ડમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગતા બેંકના કર્મચારી સહીતના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી અને બેંકમાં આવેલા સર્વર રૂમમાં રાખેલા બોર્ડ તથા ઇલેકટ્રીક વાયરીંગમાં લાગી હતી. સદનશીબે કોઇ જાનહાની થઇ નથી. આ બેંકમાં એન્ટ્રી અને એકઝીટનો એક જ ગેઇટ છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:53 PM IST)










