News of Wednesday, 29th May 2024
સંગીત એ જ મારૂ જીવન છેઃ ખુશી બદીયાણી
રાજકોટના યુવા ટેલેન્ટેડ વર્સેટાઇલ સીંગર ખુશી બદીયાણી 'અકિલા'ના આંગણે તેઓ એ.આર. રહેમાનની મ્યુઝીક કંપનીમાં તાલીમ લઇ રહ્યા છે, નાનપણથી જ સંગીત પ્રત્યે ખૂબ જ પ્રેમ, હિન્દી, ગુજરાતી, ઇંગ્લીશ, તામીલ, મરાઠી, ફ્રેન્ચ, જર્મની, સ્પેનીશ ભાષાઓમાં ગીતો ગાઇ શકે છે, અનેક સ્ટેજ શો કર્યા

રાજકોટ તા. ર૯: સંગીત એ જ મારૃં જીવન છે અને દુનિયાભરમાં મારૃં નામ થાય તથા લોકો મને મારા અવાજથી ઓળખે તેવી મારી ઇચ્છા છે. આ શબ્દો છે રાજકોટના યુવા ટેલેન્ટેડ ર્વેટાઇલ સીંગર ખુશી પરેશભાઇ બદલીયાણીના.
તેઓ ૧૦ વર્ષની ઉંમરથી સંગીતનો શોખ ધરાવે છે. તેઓ કહે છે નાનપણમાં ગીતો સાંભળતી સાથે-સાથે ગાતી પણ ખરા. બસ પિતાએ સંગીતના વર્ગો શરૂ કરાવ્યા. હાલમાં તેઓ ચેન્નાઇમાં એ. આર. રહેમાનની મ્યુઝીક કંપનીમાં વેસ્ટર્ન, કલાસીકલ, હિન્દુસ્તાની કલાસીકની તાલીમ લઇ રહ્યા છે.
ખુશી કહે છે કે મેં અનેક કોમ્પીટીશનમાં ભાગ પણ લીધો છે હાલમાં હું ગુજરાતી, હિન્દી, ઇંગ્લીશ, તામીલ, મરાઠી, ફ્રેન્ચ, જર્મની અને સ્પેનીશ ભાષાઓમાં ગીતો ગાઇ શકું છું. આ ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ તાલીમ લેવાની ઇચ્છા છે તેઓએ ગ્રેજયુએટ કરેલું છે. ધો. ૧૦ ની પરીક્ષામાં પાસ થયા બાદ સાયન્સ લીધું હતું પણ સંગીત માટે એ છોડી દીધું હતું.
તેઓએ 'અમે રઘુવંશી' ગીત જાતે લખ્યું પણ છે અને ગાયું પણ છે. રાજકોટ સહિત દેશભરમાં આટલી નાની વયે શો પણ કરેલા છે.
તેઓ બોલીવુડ, લગ્નગીત, કલાસીકલ, રોક વિ. શોઝ કરે છે.તેઓ કહે છે સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે મને મારા માતા-પિતા, ભાઇનો ખુબ સહયોગ મળ્યો છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે યુવા ગાયીકા ખુશી બદીયાણી, પિતા પરેશભાઇ બદીયાણી (મો. ૯૮૭૯૭ ૪૪૯૯૭), માતા ઝંખનાબેન બદીયાણી, ભાઇ શુભ તેમજ વિજયભાઇ કારીયા અને અશોકભાઇ મીરાણી નજરે પડેે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:27 PM IST)










