<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

(હવે) જાગ્યા ત્યારથી સવાર : ભયગ્રસ્ત હોર્ડીંગ હટાવવા એસ્ટેટ સમિતિ ચેરમેનની રજૂઆત

મગનભાઇ સોરઠીયાએ ડે.કમિશનરને જરૂરી કાર્યવાહી કરવા પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૨૯ : શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી અંતર્ગત ભયગ્રસ્ત હોર્ડીંગ બોર્ડ, બેનર્સ દુર કરવા જરૂરી કાર્યવાહી કરાવા ડે. કમિશનરને એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયાએ રજૂઆત કરી છે.

આ અંગે મગનભાઈ સોરઠીયા જણાવે છે કે, હાલમાં  મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી ચાલુ છે. શહેરમાં તમામ વોર્ડમાં આવેલ ભયગ્રસ્ત હોર્ડીંગ બોર્ડ, બેનર્સ આવેલ છે. ચોમાસાની ઋતુ દરમ્યાન વાવાઝોડું, ભારે પવન, ભારે વરસાદની પરિસ્થિતિમાં ભયગ્રસ્ત હોર્ડીંગ બોર્ડ, બેનર્સ પડવાના કારણે જાનહાની થવા સંભવ છે. જેથી શહેરના તમામ વોર્ડમાં આવેલ ભયગ્રસ્ત હોર્ડીંગ બોર્ડ, બેનર્સના સર્વે કરાવી, નડતરરૂપ ભયગ્રસ્ત હોર્ડીંગ દુર કરવા તેમજ ભયગ્રસ્ત હોર્ડીંગનો વોર્ડ વાઈઝ રીપોર્ટ રજુ કરવા સંબંધિત વિભાગને સુચના આપવાઙ્ગનાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર પાઠવી રજુઆત કરેલ છે.

(5:05 PM IST)