<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ગેરકાયદે ધમધમતા ફ્રેમ સ્ટ્રકચરની કામચલાઉ બાંધકામો-એકમો સામે કાર્યવાહી કરોઃ કોંગ્રેસ

ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટ તેમજ સુચિત સોસાયટીઓની જગ્યા પરના કોર્મશીયલ સ્થળોનો સર્વે કરવો જરૂરી પગલા લેવા ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીની આગેવાનીમાં મ્યુનિ.કમિશનરને રજુઆત

રાજકોટ તા.૨૯: શહેરમાં કોર્પોરેશન ના રોજ તેમજ ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટ તેમજ સૂચિત સોસાયટીઓની જગ્યાએો ઉપર ઓૈધોગિક એકમો તેમજ ફ્રેમ સ્ટ્રકચરથી કામચલાઉ  બાંધકામ ઉભા કરી ચાલતા ધંધાદારી જોખમી એકમો સામે કાર્યવાહી કરવા પ્રદેશ આગેવાન ગાયત્રીબા વાધેલા તથા શહેર કોંગ્રેસ આતુલ ભાઇ રાજાણીની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ગાયત્રીબા વાધેલા અને આતુલ રાજાણી એ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે મ.ન.પા. તંત્રની ધોર બેદરકારી-ભ્રષ્ટાચારઅને રાજકીય વગને તાબે થવાની નીતીના કારણે ૨૮ થી ઉપર માનવ જીંદગી અગ્નિકાંડમાં હોમાય ગઇ  ના આક્ષ્ેાપ કર્યો છે. શહેરમાં દરેક વોર્ડમાં સાંકળી શેરીથી લઇ ખુલ્લા પ્લોટમાં અને ખાસ કરીને સોની બજાર,બેડીનાકા, જેવા કેન્જેસ્ટેડ વિસ્તારો અને સુચિત સોસાયટીઓમાં ફાયર સેફટીના નિયમોને નેવે મુકી રહેણાંક વિસ્તારોમાં ધંધાદારી વેપારી એકમો ચાલી રહ્યા છે. જે લોકોના જાનમાલ અને સ્વાસ્થ્ય અને સલામતી માટે બીપીએમસી એકટના નિયમોને સુસંગત નથી. ટી.પી. શાખા, ફાયર બ્રીગેડ, આરોગ્ય વિભાગ, પર્યાવરણ વિભાગ અને ટેક્ષ વિભાગના અધિકારીઓની ટીમ બનાવી આ પ્રકારના જોખમી નિયમ વિરૂધ્ધ ચાલતા ઉધોગો કારખાનાઓ,ખાણીપીણીની હોટલો નો સર્વે કરી કાર્યવાહી કરવામાં આવે તેવી  માંગ કરવામાં આવેલ

(4:40 PM IST)