News of Wednesday, 29th May 2024
TRP ગેમ ઝોન અંગે પ્લોટના માલિક સહિતનાને આકરો દંડ ફટકારવા કલેકટર દ્વારા કાર્યવાહી શરૃઃ તમામ વિગતો મંગાવીઃ તપાસનો ધમધમાટ

ગેમ ઝોન જયાં ચાલતો હતો તે પ્લોટ અંદાજે ૧૪પ૦૦ ચો.મી.થી વધુ મોટો છે...તેની માલિકી અશોકસિંહ જાડેજા વિગેરેની છે. આ પ્લોટની બીનખેતી ર૦૦૪-પમાં થઇ, પછી રહેણાંક હેતુ માટે અરજી થઇ...બાદમાં ર૦૧૬માં રહેણાંક હેતુ માટે રીવાઇઝડ પ્લાન મૂકાયોઃ ત્યારબાદ ઝોનમાં પ્લોટમાં રહેણાંક બાંધકામ ન થયું...પરંતુ કોમર્શીયલ ઉપયોગ થયો... આ એક શરતભંગ હોય, રાજકોટ કલેકટર પ્રભવ જોષી દ્વારા પ્લોટના માલીકને આકરો દંડ ફટકારવા અંગે કાર્યવાહી શરૂ થઇ છે, ટોચના અધિકારી સૂત્રોના કહેવા મુજબ કલેકટરે વિગતો મંગાવી છે...તપાસ ચાલી રહી છે..દંડ આકરો અને મોટો હશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.
(4:47 PM IST)










