<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ગંગા જમુના એપાર્ટમેન્ટમાંથી પિતા-પુત્રી-ભત્રીજીની અને પ્રકાશ સોસાયટીમાંથી ૧૫ વર્ષના લાડકવાયાની અંતિમયાત્રા નીકળતાં જાડેજા અને ચોૈહાણ પરિવારમાં ગમગીની

ગેમ ઝોનની આગમાં ભુંજાયેલો ૧૫ વર્ષનો રાજભા માતા-પિતાનો એક જ લાડકવાયો હતોઃ ટ્વિન્સ બહેન સાથે ગઇ નહોતી

 

રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોનમા આગ એક જ પરિવારના આઠ સભ્યો શનિવારે સાંજે ફરવા ગયા તેની પંદરેક મિનીટમાંજ આગ ભભૂકી હતી. ત્રણ સભ્યો બહાર હતાં તે બચી ગયા હતાં અને પાંચ લાપત્તા થઇ ગયા હતાં.  જેમાં  નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર પ્રકાશ સોસાયટીમાં રહેતાંદિકરા રાજભા પ્રદિપસિંહ ચોૈહાણ (ઉ.વ.૧૫) તથા તેમના પ્રદિપસિંહના સાઢુ જામનગર રોડ ગંગા જમુના એપાર્ટમેન્ટમાં અગિયારમા માળે રહેતાં વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ.૪૦), તેમના દિર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૧૩) અને ભત્રીજી દેવાંશીબા હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૯) તેમજ પ્રદિપસિંહના સાળા ઓમદેવસિંહ ગોહિલ (ઉ.વ.૩૧)ના મૃત્યુ થયા હતાં. ડીએનએ સેમ્પલ મેચ થતાં મૃતદેહ સોંપાતા ગઇકાલે જામનગર રોડ ગંગા જમુના ખાતેથી એક સાથે ત્રણ અરથી ઉઠી હતી જેમાં પિતા, પુત્ર અને ભત્રીજી સામેલ હતાં. ત્રણેયની અંતિમયાત્રા રૈયા સ્મશાને પહોંચી હતી. બીજી તરફ રાજભા પ્રદિપસિંહ ચોૈહાણની અંતિમયાત્રા પ્રકાશ સોસાયટી ખાતેના નિવાસેથી ગત સાંજે નીકળી હતી અને રૈયા સ્મશાને પહોંચી હતી. આમ બે પરિવારના ચાર સભ્યોની અંતિમયાત્રા વખતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:53 PM IST)