News of Wednesday, 29th May 2024
રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓની ઉડી ઊંઘ, DGP ઓફિસનું તેડું
રાજકોટ અગ્નિકાંડ મામલે સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને DGP ઓફિસ ખાતે બોલવવામાં આવ્યા છે, જે તમામ અધિકારીઓની આખરી પૂછપરછ કરાશે

રાજકોટ તા.૨૯ અગ્નિકાંડ મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે અગ્નિકાંડ મુદ્દે સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને DGP ઓફિસનું તેડું આવ્યું છે.પાપ્ત વિગતો મુજબ DGP ઓફિસ ખાતે તમામ અધિકારીઓની આખરી પૂછપરછ કરવામાં આવશે. બદલી પામેલા નવા અધિકારીઓને ડીજીપી ઓફિસ ખાતે બોલવવામાં આવ્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક અધિકારીઓને પૂછપરછ કરાઈ રહી છેહર્ષ સંઘવીની અધ્યક્ષતામાં SITની બેઠક મળશે
તો બીજી તરફ ફરી એકવાર SITની બેઠક મળશે. જે બેઠક હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં રાજકોટ કમિશનર સહિતના ઉચ્ચે અધિકારીઓ સામેલ થશે.રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીનું નિવેદન
દૂર્ઘટના કેસને લઈ રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગેમઝોનમાં રખાયેલા પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે તપાસના આદેશ આપ્યા છે. વધુમાં જણાવ્યું કે, અગ્નિકાંડમાં કુલ 27 લોકોના મૃત્યુ થયા છે, જે તમામ લોકોના DNA રિપોર્ટ પણ આવી ચૂક્યા છે. હાલ સમગ્ર મામલે કાર્યવાહી ચાલી રહી છે
સુભાષ ત્રિવેદીએ શું કહ્યું ?
સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદી જણાવ્યું છે કે, આ ઘટનાને લઈને અમે બધા પણ ખુબ જ દુઃખી અને ચિંતિત છીએ. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠકમાં અમને સ્પષ્ટ સૂચના આપી છે કે, આગ્નિકાંડમાં જે કોઈ દોષિત લાગે તેની પૂછપરછ કરીને કડક પગલા લેવા. જેથી અમે આગામી બે દિવસની અંદર જ કેટલાક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવીશુ. ત્યાર બાદ તેનો રિપોર્ટ સરકારને સોંપાશે. જેના આધારે તે અધિકારીઓ પર કેવી કાર્યવાહી કરવી તેનો નિર્ણય સરકાર કરશે.
ગેમઝોનના સ્થળેથી તાત્કાલિક કાટમાળ હટાવી દેવા અંગે તેઓએ જણાવ્યું કે, અમારુ મુખ્ય લક્ષ્ય ગુમ થયેલા લોકોને શોધવાનુ હતુ. આગમાં બળી ગયેલી સામગ્રીમાં જો કોઈ મૃતદેહના અવશેષો હોય તો તેને શોધવા માટે કાટમાળને હટાવાયો હતો, પુરાવાનો નાશ કરવા માટે નહી. રાજ્યના પોલીસ વડા આ અંગે અમારી પાસેથી ઝીણવટીથી રોજે રોજ માહિતી લઈ રહ્યા છે.
(5:11 PM IST)










