<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રાજકોટ અગ્નિ કાંડમાં બદલી કરાયેલા IAS અને 3 IPSની પૂછપરછ થશે: વિશેષ પ્રશ્નોત્તરી તૈયાર

મ્યુનિ,કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડિશનલ કમિશ્નર વિધિ ચૌધરી અને ઝોન-2 ડીસીપી ડો. સુધીર દેસાઇને કાલે પૂછપરછ માટે બોલાવાયા

રાજકોટ અગ્નિકાંડમાં સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. આજે સવારે SITના વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે ત્યારે મળતી માહિતી અનુસાર આવતીકાલે આ અગ્નિકાંડ બાદ જે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ માટે વિશેષ પ્રશ્નોત્તરી પણ તૈયાર કરવામાં આવી છે.

રાજકોટમાં શનિવારે 25 મેના રોજ સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના મોત નીપજ્યા બાદ સરકારે ત્વરિત પગલાં ભરતા રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડિશનલ કમિશ્નર વિધિ ચૌધરી અને ઝોન-2 ડીસીપી ડો. સુધીર દેસાઇની બદલી કરી નાંખી હતી. હવે તેમને પૂછપરછ માટે આવતીકાલે બોલાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની પૂછપરછ ડીજીપી વિકાસ સહાય દ્વારા કરવામાં આવશે. આવતીકાલે સવારે આ તમામ અધિકારીઓને પોલીસ ભવન ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અધિકારીઓની પૂછપરછ દરમિયાન કેવા પ્રકારના વેધક સવાલો કરવાના છે તેની એક વિશેષ પ્રશ્ન બેન્ક પણ તૈયાર કરવાાં આવી છે.


 

(6:20 PM IST)