News of Wednesday, 29th May 2024
રાજકોટ લોકસભાના ચૂંટણી પરિણામમાં ભાજપનો વિજય થશે તો ઉજવણી નહીં કરે :ગેમઝોન દુર્ઘટનાના પગલે ભાજપ દ્વારા નિર્ણય
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુકેશ દોશીએ જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપ વિજય થશે તો ઉજવણી નહીં કરે. રાજકોટના TRP ગેમ ઝોનમાં અતિ કરુણ અને દુઃખદ ઘટના બની છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા તમામ દિવ્યંગતોને શ્રદ્ધાંજલિ આપું છું. તેમણે એક જાહેરાત કરતા કહ્યું કે 4 તારીખે ચૂંટણી પરિણામ બાદ કોઈ પણ ઉજવણી ન કરવા નિર્ણય લેવાયો છે. જે કાર્યકર્તાઓને મતદાન ગણતરી સ્થળ પર કામગીરી સોંપી છે તે સિવાય કાર્યકર્તા એકત્ર ન થાય તેવી અપીલ કરી છે.
ભ્રષ્ટ તંત્રના પાપે રાજકોટમાં 28 નિર્દોષ લોકો સળગીને મરી જતાં હવે ભાજપે ચૂંટણીમાં રૂપાલા જીતે તો જીતની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે..તમામ મૃતકોના અગ્નિસંસ્કાર થઈ જાય પછી રાજકોટ ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું પણ આયોજન કરશે.
(6:42 PM IST)










