News of Thursday, 30th May 2024
મોતના માંચડામાં NOC વગર પોલીસ તંત્રએ મંજૂર કરેલ લાઇસન્સ વાઇરલ
પોલીસ, ફાયર શાખા, R&B યાંત્રિક વિભાગની મિલીભગતનો પર્દાફાશ :ફાયર, મા.મ. વિભાગ અને જીએસટીને નકલ રવાના કર્યાનો ઉલ્લેખ

રાજકોટ,તા. ૩૦: રાજકોટના ટીઆરપી ગેમઝોન દુર્ઘટના મામલે એક પછી એક ધડાકા થઇ રહ્યા છે. ત્યારે મોતના માંચડા સમાન ગેમઝોનને પોલીસ વિભાગે આપેલા સમાન ગેમઝોનને પોલીસ વિભાગે આપેલ પીળા પરવાના સમાન લાયસન્સનો પત્ર સોશ્યલ મીડિયામાં વાઇરસ થયો છે જો કે આ મંજૂર થયેલ લાઇસન્સની નકલ ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ જીએસટી વિભાગને પણ નકલ રવાના કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર આનંદ પ્રમોદની જગ્યાઓમાં દાખલ થવા માટે ટિકિટ કે પાસ વેચવાનું અથવા વેચાણ માટે રાખવાનું લાઇસન્સ મેળવવા ૨૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ રેસવે એન્ટરપ્રાઇઝના નામે આવેલ અરજી સંદર્ભે અધિનિયમ કલમ ૧૩૧ (બી)(૨) હેઠળ આધીન રહીને લાયસન્સ આપવામાં આવેલ જેમાં ધંધાની જગ્યાનું બુકિંગ, ઓફિસનું સ્થળ લાઇસન્સમાં જણાવેલ શરતો નિયંત્રણને આધિન રહીને લાયસન્સ આપવામાં આવેલ જેમાં એન્ટ્રી પાસ, ગો-કાર્ટ, બંજી જમ્પિંગ, લેઝર મેઝ, આર્ચરી શૂટિંગ, પેન્ટ બોલ, બોલિંય, ટ્રેમ્પોલાઇન, આર્કેડ ગેમ્સ, ક્રિકેટ, પૂલ ટેબલ, વીઆર ગેમ્સ અને હોરર ગેમ્સનો સમાવેશ થાય છે જે તમામની સામે જુદા-જુદા દર દર્શાવતુ લાયસન્સ વાયરલ થયું છે.
(10:08 AM IST)










