<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

TRP અગ્નિકાંડમાં દોષીતોને કડક સજા કરોઃ અનેક લોકોની સંડોવણી છે

રાજકોટ તા. ૩૦: સંયુકત નૈતિક માનવ અધીકાર સમિતિએ કલેકટરને આવેદન પાઠવી ટી.આર.પી. અગ્નિકાંડ બાબતે દોષીતોને કડક સજાની માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટમાં બનેલ ગેમીંગ ઝોનમાં અગ્નિકાંડમાં ર૮ જેટલા માસુમ લોકોના જીવ ગયેલ છે. જેમાં તપાસમાં પણ ફાયર સેફટીનો અભાવ અને પરમિશન વગર આ જગ્‍યા ઉપર આ ગેમીંગ ઝોન ચાલતું હતું અને તેમાંય કેટલા લોકોની સંડોવણી છે. તેની નિષ્‍પક્ષ તપાસ કરવામાં આવે અને તપાસ દરમિયાન જેટલા લોકો દોષીત સાબીત થાય તે તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે અને પીડીત પરિવારજનોને ન્‍યાય મળે અને તેમના સ્‍વજન ગુમાવ્‍યા છે. તેમને પણ ન્‍યાય મળે તેવી માંગણી છે.

આવેદન દેવામાં રવિભાઇ ડોબરીયા, જાગૃતિબેન જોષી, પંકજભાઇ વેકરીયા, માલતીબેન સાટા વિગેરે જહેમત જોડાયા હતા.

(2:52 PM IST)