News of Thursday, 30th May 2024
TRP ગેમ ઝોનની ઘટનામાં પુરવઠાની તપાસમાં FSL રીપોર્ટની જોવાતી રાહઃ ર૩ને ૪-૪ લાખ ચૂકવાઇ ગયા
TRPના પ્લોટમાં શરતભંગ અને આકરા દંડ અંગે સર્કલ પાસેથી રીપોર્ટ મંગાવાયો કલેકટર કચેરીમાં આગ ઠારવાના બાટલા પણ આજે રીફીલીંગ કરી લેવાયા... પ્રભવ જોષી મતગણત્રી સ્થળે દોડી ગયાઃ ફાયર સહિતની તમામ બાબતો ચકાસી

રાજકોટ તા. ૩૦: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં પુરવઠા તંત્ર પેટ્રોલ-ડીઝલના સ્ટોરેજ અંગે તપાસ કરી રહ્યું છે, ટીમો બે વખત રૂબરૂ જઇ આવી છે, હવે FSLના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે, આ રીપોર્ટ આવ્યા બાદ તમામ પ્રકારે કાર્યવાહી થશે.
કલેકટરે ઉમેર્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વારસદારોને ઝડપી સહાય ચૂકવી દેવાઇ છે, કૂલ ર૭માંથી ર૩ના પરીવારજનોને ૪-૪ લાખની સહાય ચૂકવી દેવાઇ છે, જયારે કેસમાં લીગલી પ્રોબ્લેમ હોય, તે અંગે હવે નિર્ણય થશે, એક કેસ છુટાછેડા અંગેનો હોવાનું બહાર આવ્યું છે.
દરમિયાન આ ગેમ ઝોનના પ્લોટમાં શરતભંગ અંગે કલેકટરે જણાવ્યું હતું કે, આ અંગે તપાસ ચાલી રહી છે, પヘમિ મામલતદાર અને તેમના સર્કલ પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે, આ રીપોર્ટ બાદ કાર્યવાહી થશે, કલેકટરે આકરા દંડ અંગે નિર્દેશ આપ્યો હતો.
દરમિયાન એડી. કલેકટર શ્રી ચેતન ગાંધીએ ઉમેર્યું હતું કે કલેકટર કચેરીમાં ફાયર NOC નથી, એવું નથી, ફાયર NOC છે, પરંતુ આગ ઠારવાના ફાયરના બાટલા રિફીલીંગ કરવાની મુદત પૂરી થઇ હતી, તેમાં રીફીલીંગમાં ર થી ૩ દિવસ લાગી ગયા, આજે તો બાટલા રીફીલીંગ કરી લેવાયા છે.
દરમિયાન આગામી તા. ૪ જૂનના રોજ રાજકોટ લોકસભા બેઠકની કણકોટ એન્જી. કોલેજ ખાતે મતગણત્રી હોય, કલેકટર આજે મતગણત્રી સ્થળે દોડી ગયા હતા, અને તમામ બાબતો ચકાસી હતી, ખાસ કરીને ફાયર સેફટીના સાધનો, તથા અન્ય સુવિધા છે કે કેમ તે તમામ બાબતો ચકાસી-જરૂરીસૂચના આપી હતી.
(2:54 PM IST)










