<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

થાર ગાડી અપાવવાના બહાને કાર લે-વેચના ધંધાર્થી સાથે રૂા. ૮.૮પ લાખની ઠગાઇ

વત્‍સલ કાપડીની સાયબર પોલીસ મથકમાં નોઇડાના મનોજ ચૌહાણ સામે ફરિયાદઃ મિત્રને દિલ્‍હીથી શ્રીનગર થાર ગાડીની ડીલેવરી લેવા મોકલતા મનોજે શોરૂમમાં કોઇ પેમેન્‍ટ કર્યું ન હોવાનું જાણવા મળ્‍યું

રાજકોટ તા. ૩૦: દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલી હરસિધ્‍ધિધામ સોસાયટીમાં રહેતા કાર લે-વેચના ધંધાર્થીને થાર ગાડી અપાવવાના બહાને ઉત્તર પ્રદેશ નોઇડાના શખ્‍સે પૈસા બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાવી ગાડીની ડીલેવરી ન આપી રૂા. ૮.૮પ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં થઇ છે.

મળતી વિગત મુજબ હરસિધ્‍ધી ધામ સોસાયટી શેરી નં. ર માં રહેતા વત્‍સલ સુરેશભાઇ કાપડી (ઉ.વ. ર૮) એ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં મોબાઇલ ધારક ઉત્તર પ્રદેશ નોઇડાનો મનોજ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. વત્‍સલે ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે દોઢસો ફૂટ રોડ બીગ બજાર પાસે શ્રી મારૂતી ઓટો વર્લ્‍ડના નામે કાર-લે-વેચનો વ્‍યવસાય કરે છે તા. ર૦/૯/ર૩ના રોજ પોતાના વ્‍હોટસ એપમાં જેક સોલ્‍યુશન-વેર કાર ડીલીવરી વીથ આઉટ વેઇટીંગ નામની ચેનલને ફોલોવ કરી થાર ગાડી ખરીદવા અને વેચવા બાબતે મનોજ ચૌહાણ (રહે. નોઇડા) ના મોબાઇલ નંબર પર પોતે વાત કરેલ. બાદ પોતાની પાસે થાર ગાડી ખરીદવા માટે ગ્રાહક બાદલ રાજુભાઇ બારા (રહે. રાજકોટ) આવતા પોતે તે મનોજ ચૌહાણ સાથે મોબાઇલ ફોન કરી થાર ગાડી ખરીદવા માટે વાત કરી હતી. મનોજ સાથે થાર ગાડીની કિંમત પેટે રૂા. ૧૩,૪૦,૦૦૦ અને ગાડીની હાજરમાં ડીલેવરી કરાવી આપવા માટે રૂા. ૬૦ હજાર બાબતે નકકી થયું હતું. બાદ મનોજ ચૌહાણે થાર ગાડીના શોરૂમની ડીટેલ્‍સ આપવા પેટે તા. રર/૧/ર૦ર૩ના રોજ વ્‍હોટસ એપમાં સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયા બેંકના ખાતા નંબર મોકલતા પોતે તેના ખાતામાં રૂા. રપ૦૦૦ ટ્રાન્‍સફર કર્યા હતા, બાદ તા. ર૩/૧ર/ર૦ર૩ના રોજ શોરૂમમાં બુકીંગ ફી પેટે મનોજે વ્‍હોટસ એપમાં બીજા એકાઉન્‍ટ નંબર મોકલતા પોતે તેના ખાતામાં ફરી રૂા. રપ,૦૦૦ બાદ ત્રીજા એકાઉન્‍ટ નંબરમાં રૂા. ૧૦,૦૦૦ ટ્રાન્‍સફર કર્યા હતા. બાદ મનોજે શોરૂમમાં બીલ બનાવવા પેટે સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાનાં એકાઉન્‍ટ નંબરની વિગત મોકલતા પોતે પેઢીના એકાઉન્‍ટમાંથી તા. ૩૦/૧ર/ર૩ના રોજ રૂા. ર લાખ ટ્રાન્‍સફર કર્યા હતા. બાદ મનોજે પોતાને જમ્‍મુ-કાશ્‍મીરના શ્રીનગર સ્‍થીત કોઇ ઓટોમોટીવ શોરૂમનું બીલ પોતાને વ્‍હોટસ એપમાં મોકલીને જણાવેલ કે બાકી રહેલા રૂપિયાનું પેમેન્‍ટ કરાવો એટલે તમને થાર ગાડીની ડીલેવરી એક અઠવાડીયાની અંદર કરાવી આપશું. તેમ જણાવ્‍યું હતું. ત્‍યારબાદ પોતે પોતાના ગ્રાહક બાદલ બારાના બેંકના ખાતામાંથી તા. ર/૧/ર૪ના રોજ મનોજ ચૌહાણે પોતાના વ્‍હોટસ એપમાં મોકલેલ તેની જયા એન્‍ટપ્રાઇઝ નામની પેઢીના બેંક એકાઉન્‍ટમાં રૂા. ૯ લાખ ટ્રાન્‍સફર કર્યા હતા. બાદ પોતે મનોજને થાર ગાડીની ડીલેવરી બાબતે પૂછતા તેણે જણાવેલ કે તા. ૮/૧ સુધીમાં થાર ગાડીની ડીલેવરી તમને મળી જશે. બાદ પોતે તા. ૭/૧ના રોજ ગાડીની ડીલેવરી બાબતે પૂછતા તેણે તા. ૧ર/૧ સુધીમાં ડીલેવરી કરાવી આપીશ કહી બાકી રહેલ પેમેન્‍ટ કરવા વ્‍હોટસ એપમાં શોરૂમના બેંક એકાઉન્‍ટ નંબરની ડીટેલ્‍સ મોકલતા પોતે કલાઇન્‍ટ બાદલ બારાના ખાતામાંથી રૂા. ૧.૩૦ લાખ ટ્રાન્‍સફર કરતા મનોજ ચૌહાણે પોતાને શોરૂમનું બીજુ બીલ બનાવી પોતાના વ્‍હોટસએપમાં મોકલ્‍યું હતું. અને તેણે જણાવેલ કે ‘ગાડીની ડીલેવરી તા. ૧૭-૧૮/૧ સુધીમાં કરાવી આપીશું. કહ્યું હતું. બાદ પોતાને આ મનોજ ચૌહાણ પર શંકા જતા પોતે જમ્‍મુ-કાશ્‍મીર સ્‍થીત શોરૂમનો સંપર્ક કરતા તે શોરૂમનાં કર્મચારીએ જણાવેલ કે થાર ગાડીના બુકીંગનું પેમેન્‍ટ રૂા. રપ હજાર જ મળેલ છે. બાકી કોઇ પેમેન્‍ટ મળેલ નથી અને અમારા શોરૂમ દ્વારા મોકલવામાં આવેલ નથી. જાણવા મળતા આ બાબતે પોતે મનોજ ચૌહાણને પૂછતા તેણે કહેલ કે ‘મેં દિલહીથી શ્રીનગર શોરૂમ ખાતે રૂબરૂ જઇને શોરૂમમાં મારી પેઢીના નામનો રૂા. ૧ર લાખનો ચેક આપ્‍યો હોવાનું જણાવી પોતાને વિશ્‍વાસમાં લઇ થાર ગાડીની ડીલેવરી તા. રર થી ર૪/૧ સુધીમાં મળી જશે. તેમ જણાવ્‍યું હતું. બાદ પોતે પોતાના મિત્ર શૈલેન્‍દ્ર જૈનને દિલ્‍હીથી શ્રીનગર શોરૂમમાંથી ગાડીની ડીલેવરી લેવા મોકલતા પોતાને જાણવા મળેલ કે મનોજે જે રૂા. ૧ર લાખનો ચેક શોરૂમમાં આપેલ તે ચેક રીટર્ન થયો હોવાનું અને તેનું બેંક એકાઉન્‍ટ પણ બંધ થયું હોવાનું અને શોરૂમમાં કોઇ પેમેન્‍ટ મળ્‍યું ન હોઇ તેની ગાડીની ડીલેવરી આપી ન હોવાનું જાણવા મળ્‍યું હતું. બાદ પોતે મનોજને ફોન કરતા તેણે બધુજ પેમેન્‍ટ રીફંડ કરી આપવાનું કહી અલગ-અલગ બહાના કરી રૂા. ૧૩.૪૦ લાખ પરત ન કરતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાતા પોતે સાયબર ક્રાઇમ હેલ્‍પ લાઇન નંબર ૧૯૩૦ પર અરજી કરી હતી. સાયબર ક્રાઇમે પોલીસે ટેકનીકલ એનાલીસીસ કરી જમ્‍મુ-કાશ્‍મીરના શોરૂમના ખાતામાંથી રૂા. ૧.પપ લાખ અને મનોજ ચૌહાણના ખાતામાંથી રૂા. ૩ લાખ કુલ રૂા. ૪.પપ લાખ પરત અપાવ્‍યા હતા. પરંતુ મુળ ૮.૮પ લાખ પરત ન મળતા પોતે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્‍સ. દિપકભાઇ પંડીતે ફરીયાદ દાખલ કરી પી.એસ.આઇ. આર. જે. કામળીયાએ તપાસ આદરી છે.

(3:00 PM IST)