<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

મવડી રામેશ્વર પાર્કમાં કારખાનેદારના પત્‍નિ રિન્‍કલબેનનું હૃદય બેસી જતાં મોત

ઘરે બેભાન થઇ ગયાઃ હોસ્‍પિટલમાં મૃત્‍યુઃ ડોબરીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૩૦: હૃદય બેસી જવાની ઘટનાઓ યથાવત રહી છે. વધુ એક બનાવમાં હાર્ટએટેકથી એક પરિવારના સ્‍વજનનું અવસાન થયું છે. મવડી વિસ્‍તારના રામેશ્વર પાર્કમાં રહેતાં કારખાનેદારના ધર્મપત્‍નિને હાર્ટએટેક આવી જતાં મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

મવડી ૮૦ ફુટ રોડ સર્વોદય સ્‍કૂલ પાસે રામેશ્વર પાર્ક-૧માં રહેતાં રિન્‍કલબેન રવિભાઇ ડોબરીયા (ઉ.વ.૩૪) ઘરે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન અંતિમશ્વાસ લઇ લેતાં પરિવારમાં  શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે તાલુકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

રિન્‍કલબેનના પતિને કારખાનુ છે. તેણીના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં અને સંતાનમાં એક પુત્ર છે. હાર્ટએટેકથી મૃત્‍યુ થયાનું સ્‍વજને જણાવ્‍યું હતું.

ગાંધીગ્રામ શાષાીનગરના વર્ષાબેન ચોૈહાણનું બેભાન હાલતમાં મોત

ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ શાષાીનગરમાં રહેતાં વર્ષાબેન પરષોત્તમભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૫) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે. પતિ પ્‍લમ્‍બીંગ કામ કરે છે. બ્રેઇન સ્‍ટ્રોક આવી જતાં તેઓ પથારીવશ હોવાનું જણાવાયું હતું

(3:02 PM IST)