<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ભારત સરકાર દ્વારા ત્રણ નવા કાયદાઓ અમલમાં આવતા ‘વોઇસ ઓફ લોયર્સ'દ્વારા રાજકોટમાં સેમિનાર યોજાયો

રાજકોટ,તા. ૩૦: વોઇસ ઓફ લોયર્સ -રાજકોટ દ્વારા ભારત સરકાર ના ત્રણ નવા કાયદાઓના અમલમાં આવતા પેહલા તે કાયદાઓની તજજ્ઞો દ્વારા સૌરાષ્‍ટ્રમાં સૌપ્રથમ વખત રાજકોટ ખાતે કાયદાની માહિતી આપવા લીગલ સેમીનારનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ હતું.

વોઈસ ઓફ લોયર્સ ગ્રુપ રાજકોટ વડીલોના અવાજ બુલંદ કરવા તેમજ વડીલોના પરિવારને પ્રોત્‍સાહન અને પ્રેરણા મળે તેવા કામ કરવા માટે પ્રેરાયેલ હોય, જેમાં મોર પીંછ સમાન કલગી સ્‍વરૂપે નવા ત્રણ કાયદાની અમલવારી થતા પહેલા રાજકોટના વકીલ શ્રીઓ ને નવા કાયદાથી પરિચિત કરવાના હેતુથી લીગલ સેમીનારમાં કાયદા અને કાર્યવાહીના સંપૂર્ણ અનુભવી તજજ્ઞો જેવા કે, શ્રી બી. એન. કારીઆ -જસ્‍ટીસશ્રી ગુજરાત હાઈકોર્ટ (ફોર્મર) દ્વારા ભારતીય ન્‍યાય સંહિતા (આઈ.પી.સી.), શ્રી પી. જી. ગોકાણી સાહેબ - પ્રમુખશ્રી, ગુજરાત રાજ્‍ય સહકારી ટ્રીબ્‍યુનલ-અમદાવાદ અને નિવળત પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (સી.આર.પી.સી.), શ્રી યશ જે. પટેલ - એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભારતીય સંહિતા અધિનિયમ (એવીડન્‍સ એકટ) ઉપર ખુબજ સરળ અને સહજ ભાષામાં નવા કાયદા અન્‍વયે સમજ આપવા રાજકોટની શ્રી કે. જી. ધોળકીયા સ્‍કુલના ભવ્‍ય ઓડીટોરીયમ ખાતે ૫૦૦ થી વધુ જિજ્ઞાસુ વકીલશ્રીઓ ના રજીસ્‍ટ્રેશન બાદ તા.૧૯/૦૫/૨૦૨૪ રવિવારના રોજ યોજાયેલ હતો. શ્રી કે. જી. ધોળકિયા સ્‍કુલ, રાજકોટના ઓડીટોરીયમ ખાતે વોઈસ ઓફ લોયર્સ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજિત લીગલ સેમિનારમાં મહેમાનોમાં શ્રી ડી. એસ. ત્રિવેદી નિવળત ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજશ્રી, શ્રી એમ. જે. મહેતા  નિવળત ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજશ્રી, શ્રી વી. એમ. ગોહિલ , નિવળત ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજશ્રી તથા શ્રી દિલીપભાઈ કે. પટેલ, મેમ્‍બર બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખશ્રી શ્રી બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ ફળદુ, સેક્રેટરીશ્રી પી. સી. વ્‍યાસ, ટ્રેઝરરશ્રી આર. ડી. ઝાલા, તેમજ ધોળકિયા સ્‍કુલ ગ્રુપ ના ટ્રસ્‍ટીશ્રી કળષ્‍ણકાન્‍તભાઈ જી. ધોળકિયા તેમજ શ્રી જીતુભાઈ ધોળકિયા, જયેશભાઈ બોઘરા - ચેરમેનશ્રી એ.પી.એમ.સી.-રાજકોટ તેમજ રાજકોટના સીનીયર ધારાશાષાી શ્રી જયદેવભાઈ શુક્‍લ, બિપીનભાઈ કોટેચા, પ્રશાંતભાઈ જોષી, જે. એફ. રાણા, એ. જે. પોપટ, આર. એમ. પંડયા, જયેશભાઈ જાની, નિરંજનભાઈ ભંડેરી, સી. એચ. પટેલ, સુરેશભાઈ સાવલિયા, રાજેશભાઈ મહેતા, સુરેશભાઈ ફળદુ પથિકભાઈ દફતરી, મુકેશભાઈ કેસરિયા, ગોપાલભાઈ ત્રિવેદી, જયપ્રકાશ ફૂલારા, ધીમંતભાઈ જોષી, અતુલભાઈ પંડયા, લતાબેન અબોટી, રક્ષાબેન ઉપાધ્‍યાય, દિપ્તીબેન પટેલ, બીતિનાબેન જોષી, નયનાબેન ચૌહાણ, વિગેરે સેમીનારના અંત સુધી ઉપસ્‍થિત રહેલા હતા

 લીગલ સેમીનારને સફળ બનાવવા માટે વોઈસ ઓફ લોયર્સ ગ્રુપ ના પરેશભાઈ મારૂ, ભગીરથસિંહ ડોડીયા, ભાવેશ રંગાણી, જે, બી. શાહ, ઇન્‍દ્રસિંહ ઝાલા, અમિત વેકરીયા, વિશાલ ગોસાઈ, બિમલ જાની, કેતન મંડ, જયેન્‍દ્ર ગોંડલીયા હિમાલય મીઠાણી, હરેશ પરસોંડા, ડી.બી. બગડા, હસમુખ ગોહેલ, હિરેન ગજ્જર, મેહુલ મેહતા, પ્રશાંત લાઠીગરા, સ્‍તવન મેહતા, નિકુંજ શુક્‍લ, રવિ વાઘેલા, નીલેશ અગ્રાવત, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મનીષ દવે, નિશાંત જોષી, અશ્વિન રામાવત, કપિલ શુક્‍લ, મયુર કાપડિયા, વિદિત ડોબરિયા, સંદીપ વેકરીયા, કેતન જેઠવા, રણજીત મકવાણા, અજય ચાંપાનેરી, ઋષિ જોષી, કૌશલ વ્‍યાસ, સાગર હાપાણી, પીયુષ ઝાલા, શૈલેશ ગોસાઈ, અભય બારડ, સુવિદ કારિયા, ચેતન પંજવાણી, પ્રિયાંક ભટ્ટ, જીજ્ઞેશ સખીયા, સંદીપ પટેલ, રાજેશ ડાંગર, હિત અવલાણી, આનંદ જોષી, મકસુદ પરમાર, હિરેન ડોબરિયા, કૈલાશ જાની નિર્મલ વ્‍યાસ, હેમલ ગોહેલ, અતુલ ચેખલીયા, રાજેશ જળું, તુષાર સોડાંગર, હેમંત પરમાર, કરણ ગઢવી, અંકુર લીંબાસિયા, રવિ ધ્રુવ, જેનીલ પરસોંડા, મલય દવે, મિહિર દાવડા શુભમ જોષી, તેજસ ગાંગાણી, ધર્મેશ સખીયા, દિલીપ ચાવડા, મોહિત ત્રિવેદી, હાર્દિક જાદવ, અભી ચોલેરા, પ્રગતીબેન માંકડિયા, ડીમ્‍પલબેન, મોદી, લક્ષ્મીબેન જાદવ, નમ્રતાબેન ભદોરિયા, અંજલિબેન જીવરાજાની વિગેરેએ આ લીગલ સેમીનારના સફળ આયોજનની જહેમત ઉઠાવેલ હતી. લીગલ સેમીનારનું સંચાલન વોઈસ ઓફ લોયર્સ. ગ્રુપ ના કન્‍વીનર અને સીનીયર એડવોકેટ શ્રી પરેશભાઈ મારૂએ કરેલ, તેમજ મહેમાનોનું શબ્‍દપુષ્‍પ આવકાર અભિવાદન ટ્રેઝરર શ્રી હિમાલય મીઠાણી દ્વારા તેમજ આભાર વિધિ પ્રમુખશ્રી ઇન્‍દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ હતી.

(3:03 PM IST)