<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રાજકોટ જિલ્લાની આઇટીઆઇમાં વિવિધ અભ્‍યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ચાલુ

૧૩ જુન સુધી ફોર્મ ભરી શકાશે :ચારેય આઇટીઆઇના હેલ્‍પડેસ્‍ક પર ઓનલાઇન ફોર્મ ભરી આપવાની સુવિધા : મહિલાઓને ડ્રાઇવીંગ તાલીમનો નવો અભ્‍યાસક્રમ : ફસ્‍ટ એઇડ અને ફાયર સેફટી અંગે તમામ અભ્‍યાસક્રમોમાં પ્રાથમિક તાલીમ

રાજકોટ તા. ૩૦ : હુન્નર શીખવી પગભર બનવાની તાલીમ આપતી ઔદ્યોગીક સંસ્‍થા એવી રાજકોટ જિલ્લાની તમામ આઇટીઆઇમાં નવા સત્ર માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે રાજકોટમાં ભાવનગર રોડ, આજીડેમ ચોકડી પાસે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્‍થામાં વિવિધ કોર્ષ માટે તા. ૧૩ જુન ૨૦૨૪ સુધી ઓનલાઇન ફોર્મ ભરાશે. આ માટે ભાવનગર રોડ મુખ્‍ય શાખા ઉપરાંત સરકારી મહીલા આઇટીઆઇ યુનિવર્સીટી રોડ,ે દિવ્‍યાંગો માટેની આઇટીઆઇ યુનિવર્સીટીરોડ અને રાણીબાગ વિરપુર (જેતપુર) ખાતે હેલ્‍પડેસ્‍ક વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી કોઇપણ ચાર્જ વગર ઓનલાઇન ફોર્મ ભરી આપવાની સુવિધા અપાય છે.

આઇટીઆઇમાં ધો. ૭ પાસ માટે આર્મેચર મોટર રીવાઇન્‍ડીંગનો ૧ વર્ષનો કોર્ષ, ધો.૮/૯ પાસ માટે ટુ વ્‍હીલર ઓટો રીપેરર, વેલ્‍ડર, સુઇંગ ટેકનોલોજી, વુડ વર્ક ટેકનીશ્‍યન (કારપેન્‍ટર), પ્‍લમ્‍બર, સર્ટી કોર્ષ ઇન હેર એન્‍ડ સ્‍કીન કેરનો ૧ વર્ષનો કોર્ષ ચાલે છે. જયારે વાયરમેનનો ર વર્ષનો કોર્ષ હોય છે.

એજ રીતે ધો.૧૦ પાસ માટે ૧ વર્ષના સોલાર ટેકનીશીયન, મીકેનીક ડીઝલ, હેલ્‍થ સેનેટરી ઇન્‍સ્‍પેકટર, કોમ્‍પ્‍યુટર હાર્ડવેર એન્‍ડ નેટવર્ક મેન્‍ટેનન્‍સ, કોમ્‍પ્‍યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્‍ટન્‍ટ, સર્ટી કોર્ષ ઇન સોફટવેર પ્રોગ્રામીંગ તેમજ ર વર્ષના કોર્ષમાં ઇન્‍ફોર્મેશન એન્‍ડ કોમ્‍યુનીકેશન ટેકનોલોજી સીસ્‍ટમ મેઇન્‍ટેનન્‍સ, ઇલેકટ્રીશીયન, ઇલેકટ્રોનીકસ મીકકેનીક, ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ મીકેનીક, મીકેનીક મોટર વ્‍હીકલ, મીકેનીક ઇલેકટ્રીક વ્‍ીકલ, એટેન્‍ડન્‍ટ ઓપરેટર (ેમિકલ પ્‍લાન્‍ટ), મેઇનટેનન્‍સ મીકેનીક (કેમિકલ પ્‍લાન્‍ટ), ડ્રાફટમન મીકેનીક, ડ્રાફટમેન સીવીલ, સર્વેયર, ફીટર ટર્નર, મશીનીસ્‍ટ, રેફ્રીજરેશન એન્‍ડ એર કન્‍ડીશનીંગનો સમાવેશ થાય છે.

પ્રવેશ મેળવનાર દરેક તાલીમાર્થીને પરીક્ષા પાસ કર્યે ડીજીઇટી દિલ્‍હી દ્વારા એનસીવીટી પ્રમાણપત્ર અપાય છે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને મહિલા તેમજ દિવ્‍યાંગ તાલીમાર્થીઓને ટયુશન ફી ભરવામાંથી મુક્‍તિ અપાય છે. તમામ તાલીમાર્થીઓ માટે રેલ્‍વે અને એસ.ટી.માં કન્‍સેશન દરે પાસ સુવિધા અપાય છે.

તમામ અભ્‍યાસક્રમોમાં ફસ્‍ટએઇડ અને ફાયર સેફટીની પ્રાથમિક તાલીમ પણ આપવામાં આવે છે.

ખાસ કરીને મહીલા ડ્રાઇવીંગ કોર્સનો હમણા નવો ઉમેરો થયો છે. જેમાં ફકત રૂ.૧૨૦૦ જેવી નજીવી ફી સાથે ૧ મહિનાના ટુંકાગાળામાં મહિલાઓને ડ્રાઇવીંગની તાલીમ અપાય છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ  મેળવવા નજીકની આઇટીઆઇના હેલ્‍પડેશ્‍કનો તા. ૧૩ જુન પહેલા સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કે. બી. પટેલ મો.૯૬૮૭૬ ૩૦૩૪૬ (રાજકોટ આઇટીઆઇ), આર. એસ. ત્રિવેદી મો.૯૪૨૭૨ ૧૩૪૫૨ (વીરપુર આઇટીઆઇ), એ. આર. અઢીયા મો.૮૪૬૦૦ ૧૦૦૦૮ (ડીએએસ આઇટીઆઇ), ધરતીબેન ભટ્ટ મો.૭૫૬૭૯ ૭૮૫૭૦ (મહિલા આઇટીઆઇ) નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:42 PM IST)