<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ફાયર અને ટાઉનપ્‍લાનીંગ શાખાના અધિકારીઓ કર્મચારીઓની રજા રદ્દઃ દેસાઇનો હુકમ

અગ્નિકાંડની અસરઃ હાજીર હો.. તત્‍કાલીક અસરથી ફરજ પર હાજર થવા મ્‍યુનિ. કમિશનરનો આદેશ

રાજકોટ,તા.૩૦: મહાનગરપાલિકાની ફાયર અને ટાઉન પ્‍લાનિંગ શાખામાં ફરજ બજાવતા તમામ અધિકારી-કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ રદ કરવાનો મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઇનો હુકમ કર્યો છે.આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિક દ્વારા વર્તમાન સંજોગોમાં નજર સમક્ષ રાખીને વહીવટી સરળતા ખાતર મ્‍યુનિસિપલ કમિશર દેવાંગ દેસાઇ દ્વારા ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીઝ શાખા અને ટાઉન પ્‍લાનિંગ શાખામાં ફરજ બજાવતા તમામ અધિકારી-કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ રદ કરવા અને જો કોઇ અધિકારી-કર્મચારી રજા પર હોય તો તાત્‍કાલીક અસરથી ફરજ પર હાજર થવા હુકમ કરવામાં આવેલ છે.

(3:38 PM IST)