<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રાજકોટમાં ધમધમતા એરકન્‍ડીશન્‍ડ જીમમાં ફાયર એકઝીસ્‍ટ-સેફટીની ચકાસણી જરૂરી

રાજકોટ, તા., ૩૦: રાજકોટમાં આશરે ઘણા બધા જીમ આવેલ છે બધા જેમ ની અંદર ૧૫ થી ૨૦ ટનના એસી હોય છે બધા જિમમાં લગભગ એક જ દરવાજો હોય છે રાજકોટમાં તાજેતરમાં બનેલ અગ્નિકાંડ જેવો કોઈ બનાવો બને નહીં પણ જો આવો બનાવ બન્‍યો તો સવારે અને સાંજે લગભગ બધા જીમમાં ૪૦ થી ૫૦ લોકો હોય જ છે આ જીમ માં એસી હોવાથી એર ટાઈપ કાચનું ફીટીંગ કરાવેલ હોય છે. રાજકોટમાં આવેલ જીમ લગભગ ફર્સ્‍ટ ફ્‌લોર અથવા એમની ઉપર હોય છે. ગ્રાઉન્‍ડ ફ્‌લોરમાં જિમ ઓછા જોવા મળે છે. જેમની અંદર કસરત કરવા માટેના સાધનો બધા ઈલેક્‍ટ્રીક હોય છે આમના માટેનો પાવર પણ હાઈ લેવલનો હોય છે. જ્‍યાં એક જ દરવાજા વાળી એન્‍ટ્રી અને એક્‍ઝિટ છે કયાં કોઈ આગનો બનાવ બને તો શું થાય એ જોવાનું રહે છે. આ બધા જીમને પરમિશન મળી છે તો કેવી રીતે મળી છે એ પણ એક સરકારને વિચારવાની બાબત છે. ભવિષ્‍યમાં બીજો અગ્નિકાંડ ના બને એટલા માટેની વાત સરકારના ધ્‍યાન પર લેવાની છે આરએમસી અને પીજીવીસીએલ એ કેવી રીતે પરમિશન આપેલ છે. જો આ જીમમાં કોઈ ખામી દેખાય તો સરકારે આમને પણ બંધ કરાવવા જોઈએ તેવો સુર લોકોમાંથી ઉઠયો છે.

(3:40 PM IST)