News of Thursday, 30th May 2024
સાગઠીયાને કાયમી કોણે કર્યા?: સોશ્યલ મિડીયામાં પોસ્ટવાયરલ

રાજકોટ,તા. ૩૦: શનિવારના રોજ બનેલ ટીઆરપી ગેમઝોન આગની ઘટના બાદ એક પછી એક અધિકારીઓ પર પસ્તાળ પડી રહી છે. આગ ઘટના મામલે સીટની પણ રચના કરાઇ છે. હજુ પણ ઘણા નામો બહાર આવે અને કડક પગલા લેવાઇ તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી.
આ આગ ઘટના મામલે મનપાના ટાઉન પ્લાનીંગ ઓફીસર સાગઠીયાને ગઇ કાલે ચાલુ મીટીંગમાંથી ક્રાઇમ બ્રાન્ચ અજાણ્યા સ્થળે લઇ ગઇ હતી. હવે સાગઠીયા મામલે સોશ્યલ મિડીયામાં પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં લખ્યુ છે કે, ૬ મહિના પહેલા જ TPO સાગઠીયાને કાયમી કરનાર કોણ?
(4:46 PM IST)










