<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

દેશળદેવ એજયુકેશન ટ્રસ્‍ટ દ્વારા રવિવારે ખવાસ રજપુત સમાજના વિદ્યાર્થીઓને નોટબુક-શૈક્ષણિક કીટ વિતરણ

ખવાસ હિન્‍દુ લખાવવાના બદલે સમાજ અલગ અલગ સંગઠનોમાં વિભાજીત થતા સરકારના લાભ મળતા ન હોવાની લાગણી વ્‍યકત કરતા સંસ્‍થાના આગેવાનો : સમગ્ર ગુજરાતમાં સમાજની પારદર્શક ચુંટણીની માંગણી

રાજકોટ તા. ૩૦ : દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ખવાસ રજપુત સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને નિઃશુલક ફુલસ્‍કેપ ચોપડા-નોટબુક અને કંપાસ બોકસ કીટ વિતરણનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે સતત ૮ માં વર્ષે આવુ આયોજન કરાયુ છે. તા. ર ના રવિવારે સવારે ૧૦ કલાકથી રૈયા રોડ, હનુમાન મઢી આગળ, બ્રહ્મસમાજ ચોક પાસે, બ્રહ્મસમાજ હોલ ખાતે આ વિતરણ કરાશે.

જેમાં ધો.૧ થી ૭ ના વિદ્યાર્થીઓને કંપાસ સાથે ટુલ કીટ તથા ધો. ૮ થી ઉપરના વિદ્યાર્થીઓને ફુલસ્‍કેપ નોટબુક - ચોપડાનું નિઃશુલ્‍ક વિતરણ કરાશે. દાતા કિશોરભાઇ બચુભાઇ ડાયમા, કે.ટી. એન્‍જીનીયરીંગના ડીરેકટર રાજુભાઇ ચૌહાણનો સહયોગ મળેલ છે.

સંસ્‍થાના આગેવાનોએ આ તકે જણાવ્‍યુ હતુ કે આ સમાજને રાજય સરકાર અને કેન્‍દ્ર સરકારના લાભો અમુક લેભાગુ આગેવાનોની ગેરદોરવણીના કારણે મળી શકતા નથી. ખવાસ (હિન્‍દુ) લખાવવાને બદલે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ નામે સંગઠનો બનાવી સમાજનું જે રીતે વિભાજન કરવામાં આવી રહ્યુ છે તે નુકશાનકર્તા છે.

દર ત્રણ વર્ષે સમગ્ર ગુજરાત સમાજ સંચાલિત સંસ્‍થાઓ, વાડીઓ, મંદિરો અને સમાજની જગ્‍યાઓ ઉપર સમાજ દ્વારા પારદર્શક ચુંટણી કરવામાં આવે તો સાચો પ્રતિનિધિ સુનિヘતિ કરી શકાય તેવી લાગણી શ્રી દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા વ્‍યકત કરવામાં આવી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અશ્વિનભાઇ ચૌહાણ, સુનિલભાઇ પરમાર, કીશનભાઇ તુવેર, શૈલેષભાઇ ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, ભાવેશભાઇ હાડા, દેવાંગભાઇ મકવાણા, આદિત્‍યભાઇ ચૌહાણ, કાનાભાઇ ચૌહાણ (મો.૯૪૦૯૨ ૦૦૮૦૦), પ્રિયંકભાઇ ચૌહાણ, મયુરભાઇ ચૌહાણ, નિકુંજભાઇ પરમાર, મોનાલીબેન ચૌહાણ, અશ્વિનભાઇ પરમાર, હરપાલભાઇ રાઠોડ વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:51 PM IST)