<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ગેમઝોન તથા લોખંડ-લાકડાના સ્‍ટ્રકચર ઉભા કરી ચાલતી હોટલોના દસ્‍તાવેજો-લાયસન્‍સ ચેક કરવા રજૂઆત

શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાની હેઠળ પોલીસ કમિશ્‍નરને રજુઆત

રાજકોટઃ નાના મવા રોડ પર ટીઆરપી ગેમઝોનની ગોઝારી ઘટનાને પગલે શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્‍નરને કરેલી રજુઆતમાં જણાવાયું છે કે ગેમ ઝોનમાં તંત્રની બેદરકારીના કારણે ર૮ થી વધુ લોકોએ જીવ ગુમાવ્‍યો છે. શહેરમાં અલગ-અલગ વિસ્‍તારમાં ખુલ્લા પ્‍લોટમાં કે જાહેર રોડ ઉપર કામ ચલાઉ-સ્‍ટ્રકચર ઉભા કરી ગેમ ઝોન તેમજ ખાણી પીણીની હોટલો ચલાવવામાં આવી રહી છે. ત્‍યારે શહેરના ગાંધીગ્રામ, તાલુકા, યુનિવર્સિટી, માલવીયાનગર, આજીડેમ, કુવાડવા પોલીસ મથક હેમઠળના વિસ્‍તારમાં આ પ્રકારના ગેમ ઝોન તેમજ ફ્રેમ સ્‍ટ્રકચર ઉપર ઉભા કરાયેલા હોટલો ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ટીમ બનાવી આ પ્રકારના એકમોના દસ્‍તાવેજો તથા લાયસન્‍સની ચેકાણી કરવામાં આવે તથા નિયમો અનુસાર મંજૂરી કયારે મેળવવામાં આવી હતી તેની જીણવટભરી તપાસ કરવામાં આવે. તેમજ એકમોમાં જવલનશીલ પદાર્થ-પેટ્રોલ-ડીઝલ અને ગેસના બાટલાઓના ઉપયોગ કે સંગ્રહ કરવામાં આવતો હતો કે કેમ? અને તે મંજૂરીને પાત્ર છે કે નહીં? તે બાબતે તપાસ કરવા તેમજ મંજૂરી માટેનો અભિપ્રાય આપવામાં આવેલ હતો તે બાબતની ઉચ્‍ચ અધીકારી મારફત તપાસ કરવામાં આવે અને નિયમ અનુસાર મંજૂરી મેળવવામાં આવી ન હોઇ તેવા એકમોના માલીકો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉેપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઇ રાજાણીની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 PM IST)