<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

અજાણ્‍યા શખ્‍સે યુવતિના ફોટા સાથે ફેક ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી બનાવી બિભત્‍સ મેસેજ કર્યા

મારે તને ગર્લફ્રેન્‍ડ બનાવવી છે તેમ કહી સતત પરેશાન કરતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કર્યોઃ પીઆઇ કે. જે. મકવાણાએ તપાસ હાથ ધરી

 

 

રાજકોટ તા. ૩૦: શહેરમાં રહેતી એક યુવતિના ફોટા સાથેની ફેક ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી બનાવી તેણીને તેમાંથી મેસેજ કરી મારે તને ગર્લફ્રેન્‍ડ બનાવવી છે તેમ કહી બિભત્‍સ મેસેજ કરતાં યુવતિએ એક આઇડી બ્‍લોક કરી દેતાં બીજી બનાવી ફરી આવું કરતાં અંતે તેણીએ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ભોગ બનનાર ૨૧ વર્ષના યુવતિની ફરિયાદ પરથી ફેક ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી બનાવનાર, તેનો ઉપયોગ કરનાર અને તપાસમાં ખુલે તેના વિરૂધ્‍ધ આઇપીસી ૩૫૪ (એ), ૩૫૪ (ડી), આઇટી એક્‍ટ કલમ ૬૬-સી, ૬૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યુવતિએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું વ્‍હોટ્‍સએપ, ઇન્‍સ્‍ટાગ્રામ, ફેસબૂક વાપરુ છું. પાંચેક મહિના પહેલા નોકરીના સ્‍થળે હતી ત્‍યારે મને મારી ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી પર એક ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ આવી હતી. પરંતુ મેં એક્‍સેપ્‍ટ કરી નહોતી. કઇ આઇડીમાંથી એ આવી હતી તે યાદ નથી. બાદમાં અજાણ્‍યા વ્‍યક્‍તિએ એક ઇન્‍સ્‍ટા આઇડીમાં મારો ફોટો મુકી મને ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલતાં મેં તે સ્‍વકીારી હતી. અજાણ્‍યાએ ડીપીમાં મારો ફોટો મુક્‍યો હોઇ મને મેસેજ કરી કહેલું કે મારે તારી સાથે વાત કરવી છે, તારો મોબાઇલ નંબર આપ. જેથી મેં તેને મારા નામનુ આઇડી અને તેમાંથી મારો ફોટો ડીલીટ કરવાનું કહેતાં તેણે મને ફરી મેસેજ કરી અપશબ્‍દો કહ્યા હતાં અને મારે તને ગર્લફ્રેન્‍ડ બનાવવી છે.

જેથી મેં તેની આઇડી બ્‍લોક કરી દીધી હતી. એ પછી તેણે ફરી એક આઇડી બનાવી મારો ફોટો મુકી મને મેસેજ ચાલુ કર્યા હતાં. મેં ફરી તેને આ રીતે આઇડી નહિ બનાવવા અને મારો ફોટો હટાવવાનું કહેતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ બિભત્‍સ મેસેજ કર્યા હતાં. આ મામલે સીઆઇડી ક્રાઇમ હેલ્‍પલાઇન નં. ૧૯૩૦માં ઓનલાઇન ફરિાયદ કરી હતી. બાદમાં મને સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં બોલાવાતાં હવે મેં ફરિયાદ કરી છે. તેમ ભોગ બનનારે જણાવતાં હેડકોન્‍સ. દિપકભાઇ પંડીતે ગુનો નોંધતા એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ કે. જે. મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(4:14 PM IST)