<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રાજયસભાના સાંસદ અને ભાજપના નેતા રામભાઇ મોકરીયાની લાંચ રૂશ્‍વત ધારા નીચે ધરપકડ કરોઃ ડો. વસાવડા

રાજયસભાના સાંસદ અને ભાજપના નેતા

 

રાજકોટ તા. ૩૦: આજ સવારના અખબારમાં ભારતીય જનતા પાર્ટીના રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાનું નિવેદન છે કે પોતાની મિલ્‍કત માટે, ફાયર ઓફીસર ઠેબાને એમણે પોતે સીત્તેર હજાર રૂપિયાની લાંચ આપી છ.ે આ એમનું સ્‍વચ્‍છ બુદ્ધિથી દબાણ વગર, જાહેર માધ્‍યમોમાં સ્‍વૈચ્‍છીક રીતે આપેલ, કબુલાતનામુ છે. લાંચ રૂશ્‍વત ધારામાં લાંચ લેનાર અને દેનાર, બન્‍ને ગુન્‍હેગાર ગણાય છે ત્‍યારે મારી માંગણી છે કે પોલીસે રામભાઇ મોકરીયાની ધરપકડ કરવી જોઇએ. અને આ બાબતની વિસ્‍તૃત તપાસ કરવી જોઇએ. રામભાઇ મોકરીયાના નીવેદનથી, ગુજરાત મોડલ શું ચીજ છે અને ભા.જ.પ.ના શાસનમાં સામાન્‍ય માણસની શું હાલત છે. તે ઉજાગર થયેલ છે. તેમ કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાની યાદીમાં જણાવેલ છે.

(4:48 PM IST)