News of Thursday, 30th May 2024
ભાજપ લોકસભા ચુંટણીના પરિણામ બાદ જીતની ઉજવણી નહિ કરેઃ મુકેશ દોશી
એલ.ઇ.ડી. સ્ક્રીન કે અન્ય કોઇપણ પ્રકારની વ્યવસ્થા પણ નહિં કરાય

રાજકોટ તા. ૩૦: શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતનાની સંયુકત યાદીમાં જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકોની વિચારધારા સાથે ચાલતો નિષ્ઠાવાન પક્ષ છે. કુદરતી હોનારત હોયકે આકસ્મિક અકસ્માત હોય તેવા લોકોના દુઃખદ ઘટનામાં હંમેશા સાથે રહ્યો છે.
રાજકોટમાં થયેલ ટી.આર.પી. ગેમઝોનના ગોઝારા અકસ્માતથી શહેરમાં ભુતકાળમાં ન બન્યો હોય તેવો બનાવ બનવાથી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ પાર્ટીનો નિર્ણય જાહેર કરતાં જણાવ્યું કે આ અકસ્માતમાં રાજકોટના પ્રજાજનમાં એક દુઃખદ લાગણી ઉદભવી છે. જેથી તાજેતરની લોકસભાની ચુંટણીના પરિણામ બાદ કમલમ કાર્યાલય ખાતે તેમજ વોર્ડના કાર્યાલયો પર જીતની ઉજવણી ન કરવા અપીલ કરી છ ે.
જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીનાં સ્થળ ઉપર જે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે તે સિવાય કોઇપણ કાર્યકર્તાઓ, શુભેચ્છકો કે ટેકેદારો ઉપસ્થિત ન રહે જેની આથી સ્પષ્ટ સુચના આપવામાં આવે છે જેની ગંભીરતાપૂર્વક પ્રત્યેક લોકોએ નોંધ લેવા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ અપીલ કરી છે.
(4:37 PM IST)










