<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

વધુ ૪ર વેપારીઓને ૧૬ હજારનો દંડ

ર.૬ કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્તઃ ગંદકી કરનાર સામે મનપાની કડક કાર્યવાહી

રાજકોટ તા.૩૦ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે   ત્રણેય ઝોન વિસ્‍તાર અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૨૯ ના  ત્રણેય ઝોનમાંથી કુલ ૪૨ ે પાસેથી ૨.૬૦૫ કી.ગ્રા. ?તિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૫૯૫૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

સેન્‍ટ્રલ ઝોનના મિલિપરા રોડ, બજરંગ રોડ પર ઝુંબેશરૂપે ?તિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૬ આસામીઓ પાસેથી ૦.૫૦૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૩૯૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

 વેસ્‍ટ ઝોનના શિતલપાર્ક રોડ, અંબિકાટાઉંશિપ રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૩   પાસેથી ૧.૧૩ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૩૫૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્‍ટ ઝોનના ગોંડ્‍લ રોડ, પેડક રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૩ ે પાસેથી ૦.૯૭ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૮૫૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી સ્‍વૅિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ.

(4:48 PM IST)