News of Thursday, 30th May 2024
જીવસૃષ્ટિમાં માનવીનો પ્રવેશ સૌથી છેલ્લે થયો છતાં ચિંતન કરી સૌથી આગળ નિકળ્યોઃ ડો. સુભાષ બ્રહ્મભટ્ટ
મુશ્કેલીના સમયે પ્રમાણીક અને સમૃધ્ધિના સમયે સૌમ્ય બનીએઃ માંધાતાસિંહજી વિકાસ અને સાંસ્કૃતિક વિવિધતા વિશ્વ દિવસે લાખાજીરાજ લાયબ્રેરીમાં વિવિધ ક્ષેત્રના મોભીઓની ચિંતન બેઠક

રાજકોટ તા.૩૦ : વિકાસ અને સાંસ્કળતિક વિવિધતા વિશ્વ દિવસે શ્રી લાખાજીરાજ લાયબ્રેરીના મધ્યસ્થ ખંડમાં તાજેતરમાં સંપન્ન થયેલી વિચાર ગોષ્ઠી ‘વિવિધતામાં એકતા-ભારતની વિશેષતા' માં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મોભીઓને શિક્ષણ શાષાી અને કે. એન. વિશ્વ વિધાલય-અમદાવાદના કુલપતિશ્રી ડો. સુભાષ બ્રહ્મભટ્ટે સંબોધન કરતા જણાવેલ કે શ્રી લાખાજીરાજ લાયબ્રેરીના આ વિશાળ અને સ્પંદિત ખંડમાં કેવળ આપણે લોકો જ ઉપસ્થિત નથી પરંતુ સૈકાઓનું આયુષ્ય અને પોતાનો અદ્વુત જ્ઞાનવારસો ધરાવતાં અલભ્ય ગ્રંથો પણ આપણી સાથે જ બિરાજમાન છે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સંસ્કળતિ એટલે શું ? એકતા શા માટે ? કોની વચ્ચેની એકતા ? અને આ એકતા કોના માટે ? આ સળષ્ટી ઉપર અનેકવિધ પ્રકારના જીવોનો વસવાટ છે જેમાં એકમાત્ર માનવી જ અન્ય સઘળાં જીવો કરતાં ભિન્ન છે. આ ભિન્નતાની માત્રા છે ચિંતન શક્તિ. પળથ્વી પરની જીવસળષ્ટિમાં માનવીનો પ્રવેશ સૌથી છેલ્લે થયો હોવા છતાં તે બધાં જ જીવો કરતાં સૌથી આગળ નિકળી ગયો.
હજારો વર્ષથી કીડી માટીમાં જ પોતાનું દર બનાવે છે, પક્ષીઓ વળક્ષ ઉપર જ પોતાનો માળો બનાવે છે. તેમની સંસ્કળતિમાં કોઇ જ ફર્ક પડતો નથી, એ બધાં જ જીવો એમની નિજ મસ્તિમાં જીવે છે. જ્યારે હજારો વર્ષથી પથ્થરની ગુફાઓમાં રહેનારો, વષાો વિનાનો અને જેને ખાવાનું પણ ભાન ન હતું તેવો પથ્થર યુગનો મનુષ્ય આજે આકાશને આંબતા બિલ્ડીંગોમાં નિવાસ કરતો થઇ ગયો. એટલે આપણે કહી શકીએ કે ચિંતન ઙ્કક્રિયાના સંહારે માનવીએ ગુફાથી ઘર સુધીની સફળ યાત્રા પૂર્ણ કરી છે.
સમારોહને સંબોધતા ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટના પ્રજાવત્સલ રાજવી પ્રાતઃ સ્મરણીય પરમ પુજ્ય શ્રી લાખાજીરાજ બાપુએ નિર્મત કરેલી કેડી ઉપર ચાલવાનો અમે વિનમ્ર પ્રયાસ કરીએ છીએ.
અખંડતાનો આદર કરીને રાજવીઓએ પોતાના રક્તથી સિંચેલા રાજ્યો અને સત્તાધિકારો લોકોની ઙ્કસન્નતા તેમજ સુખાકારી માટે અર્પણ કરીને સમગ્ર વિશ્વને ત્યાગ, સમર્પણ, એકતા અને અખંડતાનો અદ્વુત સંદેશ આપ્યો છે તેમ જણાવી તેમણે વધુમાં કહ્યું હતું કે, મુશ્કેલીની ક્ષણોમાં પ્રામાણિક રહીએ, ધનવાન બનીએ ત્યારે સરળતા અને સૌમ્યતા દાખવીએ, અધિકાર પ્રાપ્ત થાય ત્યારે નમ્રતાયુક્ત વ્યવહાર કરીએ, ભયંકર ગુસ્સાની ક્ષણોમાં પણ સહજ શાંત રહીને આત્મીયતાનું આંગણું સજાવી શકીએ તો આપણે ધબકતાં જીવનના ધારક છીએ એવું આપણાં ભારતીય આર્ષદ્રષ્ટાઓ કહે છે. આવો, આપણે સહુ સંકલ્પબદ્ધ બનીએ કે, આપણાં વૈયક્તિક જીવન સંચાલનમાં મુઠ્ઠીઊંચેરી સનાતન ભારતીય સંસ્કળતિના ધારક અને વાહક બનીએ.
વિચાર ગોષ્ઠીની પૂર્વભૂમિકા રજુ કરતાં એક્ઝીકયુટીવ ડાયરેકટર ડો. કલાધર આર્યએ રજુ કરી હતી.
શ્રી લાખાજીરાજ સ્મારક ટ્રસ્ટના ઉપક્રમે સંપન્ન થયેલી વિચાર ગોષ્ઠીમાં રાજકોટ રાજ પરિવારના સદસ્યો સર્વ શ્રી ફૈબા પ્રેમિલા બા, રાજકુમારી શાંતિદેવીજી, કૌરાણીસા ઉમાદેવીજી, રાણી સાહેબા કાદમ્બરી દેવીજી, કૌરાણીસા મળગેશા કુમારીજી, સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જ્યોતિન્દ્રભાઇ મહેતા, સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ દવે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પ્રવિણભાઇ ધોળકીયા, કવિ શ્રી સંજુ વાળા, સાહિત્યકાર શ્રી આર. પી. જોષી, ચિત્રકાર શ્રી ભૂપતભાઇ લાડવા, શ્રી હરિશ્વંદ્રસિંહજી જાડેજા, ડો. વંદના મળગ, પ્રો. હસુતાબેન સેદાણી સહીત વિવિધ ક્ષેત્રના મોભીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(5:14 PM IST)










