News of Thursday, 30th May 2024
રાજકોટના અગ્નિકાંડ બાદ ટીપીઓ એમ.ડી.સાગઠિયા અને ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાના ઘરે એસીબીના દરોડા
એન્ટિ કરપ્શન બ્યુરો ભ્રષ્ટ અધિકારીઓના ઘરે ત્રાટક્યું ; સસ્પેન્ડેડ અધિકારીઓની પણ મિલ્કત સબંધી તપાસ હાથ ધરાઇ; ગૃહવિભાગે આપેલા આદેશ બાદ દરોડાની કાર્યવાહી

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકારે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. દરમિયાન એન્ટિ કરપ્શન બ્યુરો ભ્રષ્ટ અધિકારીઓના ઘરે ત્રાટક્યું છે.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ, ACB દ્રારા અધિકારીઓ સામે કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે. રાજકોટના સસ્પેન્ડેડ TPO એમ.ડી.સાગઠિયા ઉપરાંત ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાના ઘરે દરોડા પાડીને દસ્તાવેજો અને મિલ્કત સબંધી તપાસ શરૂ કરવામાં આવી છે
. સસ્પેન્ડેડ અધિકારીઓની પણ મિલ્કત સબંધી તપાસ હાથ ધરાઇ છે. તમામ અધિકારીઓને ત્યાં દરોડા અને કાનૂની કાર્યવાહી હાથ ધરવા માટે ગૃહવિભાગે આપેલા આદેશ બાદ આજે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
દરમિયાન જાણવા મળ્યા મુજબ હાલમાં રાજકોટમાં કુલ પાંચ જગ્યા ઉપર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા હોવાનું અને રાત સુધીમાં અનેક સ્થળોએ એસીબી ત્રાટકી શકે છે તેમ જાણવા મળે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા જ્યારે વેપારી હતા ત્યારે તેમણે એક ઈમારતની ફાયર એનઓસી લેવા માટે ફાયર ઓફિસરને રૂપિયા 70,000 એજન્ટ મારફતે આપ્યા હોવાની કબૂલાત કરી હતી.
(8:38 PM IST)










