<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રાજકોટ અગ્નિકાંડ :મનપાના પૂર્વ ટીપીઓ એમ.ડી,સાગઠીયા સહીત ચારની ધરપકડ

-ATPO મુકેશ મકવાણા .ગૌતમ જોશી,અને ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિંગોરાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી : ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ મનપા ના પૂર્વ TPO એમ.ડી. સાગઠિયા, ATPO ગૌતમ જોશી, ATPO મુકેશ મકવાણા, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની  ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, આ ધરપકડથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે

  અત્રે ઉલ્લેખનીય છે કે આજે એન્ટીકરપ્શન બ્યુરો ત્રાટક્યું હતું,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં દરોડા  પાડ્યા હતા

(8:39 PM IST)