News of Friday, 31st May 2024
રાજકોટ અગ્નિકાંડ બાદ ઉમરેઠનું તંત્ર એક્શનમાં ; ઓડ ચોકડી પાસે આવેલા જી માર્ટને કરાયું સીલ
ઉમરેઠ નગરની વિવિધ હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીને લઈને ચેકીંગ કર્યું

આણંદના ઉમરેઠમાં પણ સરકારી તંત્ર એક્શનમાં આવ્યું છે અને ફાયર સેફટી વગરના એકમો સામે લાલ આંખ કરી છે
આણંદના ઉમરેઠમાં મામલતદાર તેમજ વિવિધ અધિકારી દ્વારા આજે સવારથી જ શહેરભરમાં ફાયર સેફ્ટીને લઈને જુદા જુદા એકમો ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો, ઉમરેઠની ઓડ ચોકડી પાસે આવેલ જી માર્ટ મોલ ખાતે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફાયર સેફ્ટીના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જી માર્ટ મોલ ખાતે ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો તો સાથે સાથે ખુલ્લા વીજ વાયરો પણ મળી આવતા ઉમરેઠ પાલિકા દ્વારા મોલમાં સીલ મારવામાં આવ્યું હતું. વધુમાં, ઉમરેઠ નગરની વિવિધ હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીને લઈને ચેકીંગ કરવામાં આવ્યું હતું.
(12:54 AM IST)










