તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
રાજકોટના અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીઓને તપાસમાં ઉપયોગી થવા જાહેર અપીલ
દુર્ઘટનાને નજરે જોનારા નાગરિકોએ અધિકારીઓનો સંપર્ક સાધવો : મોબાઈલ નંબર જાહેર

રાજકોટ શહેર નાનામવા રોડ વિસ્તારમાં ટીઆરપી ગેમઝોન સયાજી હોટલ પાછળ, મોકાજી સર્કલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આગ લાગવાથી ૨૭ જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય જે અત્યંત દુખદ બનાવ બનવા પામેલ છે. આ બનાવ સબંધી ગુનાની તપાસ કરવા પોલીસ કમિશ્નર દવારા SIT ની રચના કરવામાં આવેલ છે અને તેની તપાસ મદદનિશ પોલીસ કમિશ્નર(કાઇમ), રાજકોટ શહેર દવારા કરવામાં આવી રહેલ છે.
આ બનાવ દરમ્યાન ટીઆરપી ગેમઝોન અંદર હાજર અને બનાવને નજરે જોનાર નાગરીકોએ નજરે જોયેલ હકિકત ગુનાની તપાસમાં ઉપયોગી થઇ શકે તેમ છે જેથી અમે તપાસ કરનાર જાહેર અપીલ કરી વિનંતી કરીશે છીએ કે સદર બનાવ બાબતે નજરે જોનાર નાગરીકો નિચે જણાવેલ સંપર્ક સેતુ પર સંપર્ક કરી વિગતો જણાવવા વિનંતી છે.
ભરત બી. બસીયા, મદદનીશ પોલીસ કમીશ્નર, ક્રાઇમ, મો.નં.૯૦૩૩૬૯૦૯૯૦, એસ.એમ.જાડેજા, પો.ઇન્સ.. બી.ડીવીજન પો.સ્ટે. ના મો.નં.૯૭૧૪૯૦૦૯૯૭, આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-૨ ના મો.નં.૯૮૨૫૮૫૫૩૫૦, ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટે. ના મો.નં. ૮૦૦૦૦ ૪૦૦૫૦, - ડીસીબી પો.સ્ટે. ફોન નં.૦૨૮૧ ૨૪૪૪૧૬૫. > રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૮૧ ૨૫૬૩૩૪૦ - રાજકોટ શહેર પોલીસ કંન્ટ્રલ રૂમ ફોન નં.૦૨૮૧ ૨૪૫૭૭૭૭ નો સંપર્ક સાધવો
( IST)










