<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

અગ્નિકાંડની તટસ્‍થ તપાસ થશે, કોઇ ગુન્‍હેગારને છોડાશે નહિઃ ભાનુબેન

ગેમઝોન સાથે પોતાને લાગતુ વળગતુ હોવાનો મંત્રીનો ઇન્‍કાર

 

રાજકોટ, તા. ૧ :  ગુજરાતના મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી તથા રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય શ્રીમતી ભાનુબેન બાબરીયાએ શહેરના ચકચારી ગેમઝોન કાંડમાં કડક તપાસના અંતે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે.

શ્રીમતી ભાનુબેન મીડિયાના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં જણાવેલ કે ગેમઝોનમાં આગ લાગવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. જે દિવસે સાંજે ઘટના બને તે વખતે હું બહારગામ હતી. બીજે દિવસે વહેલી સવારે રાજકોટ આવી હું સિવિલ હોસ્‍પિટલ પહોંચી હતી. ત્‍યારબાદ મૃતકના પરિવારોને મળી  સાંત્‍વના આપી છે. ગેમઝોન સાથે મારે કઇ લાગતુ વળગતુ નથી. તેના બાબતે મેં કદી ભલામણ કરેલ નહીં. સરકારે તપાસ માટે ખાસ સમિતિની રચના કરી છે. સમિતિના અહેવાલના આધારે કાયદાકિય કાર્યવાહી થઇ રહી છે. અગિ્નકાંડના કોઇ ગુન્‍હેગારને છુટવામાં નહીં આવે. સરકારે કડક તપાસનો આદેશ આપ્‍યો છે.

( IST)