તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
ગેમઝોન સાથે મારે નિસ્બત નથી, તપાસ યોગ્ય દિશામાં : ગોવિંદભાઇ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કહે છે કે મેં કદી ગેમઝોન બાબતે કોઇ ભલામણ કરી નથી : આગની ઘટના બન્યા પછી ખબર પડી કે ત્યાં કોઇ ગેમઝોન હતો : ઘટના ખૂબ કમનસીબ

રાજકોટ તા ૧ : રાજ્યના પૂર્વ ઉર્જા મંત્રી અને રાજકોટ દક્ષિણના ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ગેમઝોનની આગની ઘટના સાથે પોતાને કોઈ નિસબત હોવાનો ઇન્કાર કરી અફવારૂપ ચાલતી ચર્ચા નો છેદ ઉડાડ્યો છે.
ગોવિંદભાઈએ જણાવેલ કે મેં આ ગેમ ઝોન બાબતે કયારેય કોઈ બાબતની ભલામણ કરેલ નહિ. તેની સાથે મારે કોઈ નિસ્બત નથી . આગની ઘટના બની પછી મને ખ્યાલ આવેલ કે ત્યાં કોઈ ગેમ ઝોન ચાલતો હતો. સરકારે સત્ય બહાર લાવવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે .તેના દ્વારા તપાસ થઈ રહી છે .સરકારની તપાસ યોગ્ય દિશામાં છે . આ ઘટનાના પરિણામે રાજ્યભરમાં જ્યાં કયાંય ફાયર સેફટીની ત્રૂટી હશે તે યોગ્ય કરવાનો દિશા નિર્દેશ મળશે .ઘટના ખૂબ કમનસીબ છે .ભોગ બનેલા પ્રત્યે મારી પૂરી સંવેદના છે .ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા છે.
( IST)










