<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

TRP અગ્નિકાંડના મામલે ટી.પી.ઓ. સાગઠીયા સહિત ચારેય આરોપીઓ ૧૩ દિવસની રીમાન્‍ડ પર

અગ્નિકાંડના બનાવમાં હોમાયેલ નિર્દોષ વ્‍યક્‍તિઓના મૃત્‍યુકાંડ બાદ હાઇકોર્ટના આદેશ બાદ તપાસનો ધમધમાટ : રીમાન્‍ડ માટે પોલીસે ૧૭ મુદ્દા રજુ કરતા કોર્ટે ૧૪માંથી ૧૩ દિવસની રીમાન્‍ડ મંજુર કરી : ગંભીર બેદરકારી અંગે સ્‍પે. પી.પી. અને બાર એસો.ની કોર્ટ સમક્ષ થયેલ દલીલોને કોર્ટે ધ્‍યાને લીધી

તુષાર ગોકાણી સ્‍પે. પી.પી. : બકુલ રાજાણી બાર.એસો.પ્રમુખ : સુરેશ ફળદુ બાર.એસો.ઉપ પ્રમુખ

રાજકોટ,તા.૧ : પુરા ગુજરાતને હચમચાવી દેનાર અને સ્‍વજનોના હૃદય દ્રાવક કરૂણ રૂદનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર ઘટના કે જેમા ગુજરાત હાઈકોર્ટે રજા ના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી બીજે જ દિવસે પોલીસ કમી‘ર તથા મ્‍યુનીસીપાલ કમીશનર સહીત તંત્રોને આડે હાથે લઈ સાડા ચાર કલાક જેનુ હીયરીંગ ચાલેલ હોય તેવી રાજકોટ મુકામે ની ટી.આર. પી. અગ્નીકાંડ ની ઘટનામા ૨૮ ના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલ આરોપીઓ (૧) મનસુખભાઈ ધનજી માઈ સાગઠીયા (૨) ગૌતમ દેવશંકરભાઈ જોષી (૩) મુકેશ રામજીભાઈ મકવાણા (૪) રોહીત આસમલભાઈ વિગોરા નાઓને ૧૪ દિવસ ની રીમાન્‍ડ રીપોર્ટ સાથે નામદાર અદાલતમાં રજુ કરવામા આવતા સ્‍પેશીયલ પી.પી. તથા ભોગ બનનાર પરીવારના વકીલ બાર એશોશીયેશની રજુઆતો ધ્‍યાને લઈ પુરા ૧૩ દિવસ ની એટલે કે તા. ૧૨,૦૬/૨૦૨૪ ના સાંજના ૫ કલાક સુધીના રીમાન્‍ડ મંજુર કરી આરોપીઓને રીમાન્‍ડ ઉપર સોપતો હુકમ રાજકોટ ના મહે. એડી. ચીફ. જયુડી. મેજી. બી.પી.ઠકકર સાહેબે ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (૧) ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્‍ટરપ્રાઈઝના ભાગીદારો (૨) અશોકસીહ જગદીશસીહ જાડેજા (૩) કીરીટસીહ જગદીશસીહ જાડેજા (૪) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ (૫) યુવરાજસીહ હરીસીહ સોલંકી (૬) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે ૫૦ મીટર પહોળુ અને ૬૦ મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલું ઉચુ લોખંડ તથા પતરાનું ફેબ્રીકેશનનું માળખુ ઊભું કરી ગેમ ઝોન બનાવી તેમા આગ લાગવાની ઘટના બને તો પહોચીવળી આગ રોકી મનુષ્‍ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ના સાધનો રાખ્‍યા વગર કે અગ્નીસમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્‍યા વગર જોખમી જગ્‍યામાં ગેમ ઝોન ચલાવી તેમા આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મળત્‍યુ થવાની સતપ્રતિસત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી ૨૭ માનવો ના મળત્‍યુ નીપજાવી મહાવ્‍યથાઓ સાથે આ ગેમ ઝોન માથી નાશી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મળત્‍યુ સંભવ હતા તેવા જોખમમા નાખી ગુનો કર્યા અન્‍વયે રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનના સર્વેલન્‍સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.

ઉપરોક્‍ત ગુનાના કામે ધરપડ પામેલ ચારેય આરોપીઓને ૧૪ દિવસ ના રીમાન્‍ડ રીપોર્ટ સાથે ૧૭ મુદા રીમાન્‍ડ ના કારણો આગળ ધરી નામદાર અદાલતમા રીમાન્‍ડ ની માંગણી કરવામા આવેલ જેમા રાજકોટ બાર એશોશીયેશન દ્વારા તથા સ્‍પે. પી.પી. દ્વારા દલીલો કરવામા આવેલ કે આરોપીઓ પ્રભુત્‍વ ધરાવનાર વ્‍યક્‍તિ છે કાયદાના જાણકાર છે સવાલો ના અસરકારક જવાબો આપવાનુ ટાળતા હોય જેના કારણે અન્‍ય આરોપીઓ સાથે કોસ ઈન્‍ટ્રોગેશન ની આવશ્‍યક્‍તા હોય ઉપરાંત અગાઉ પણ આજ પ્રકારે વેલ્‍ડીંગ થી આગની ઘટના ઘટેલ તે વખતે પણ ફાયર સેફટી ના સાધનો ન હતા તેમ છતા ચીફ ફાયર ઓફીસર સહીતનાઓએ બેદરકારી દાખવેલ ઉપરાંત અગાઉ ગેરકાયદેસર બાંધકામ સબંધે નોટીસ પણ આપવામા આવેલ જે નોટીસ નો સમય પીરીયડ પુરો થવા છતા આગળ કોઈ કાર્યવાહી કરવામા આવેલ નહી તે શા માટે, કોના કહેવાથી, કયા કારણોસર, કોની ભલામણ થી અટકાવવામાં આવેલ તે સબંધે તપાસ કરવાની હોય હજુ આ પ્રકારે અન્‍ય કોણ કોણ અધીકારીઓ, કયા કયા વિભાગ ના અધીકારીઓ ની સંડોવણી છે તે સબંધે તપાસ કરવાની હોય, ટી.આર.પી. ગેમ જોન કોઈપણ પ્રકારને લાયસન્‍સ પરવાના વગર વર્ષોથી બે રોકટોક ધંધો કરી રહેલ હતા તેમા કોઈએ આર્થીક લાભ મેળવેલ છે કે કેમ તેમજ અન્‍ય કોઈ વ્‍યક્‍તિ ને જવાબદારી આ ગુના પ્રત્‍યે છે કે કેમ, અગાઉ ની બે ઘટનાઓ અન્‍વયે જવાબદારો વિરૂધ્‍ધ ખાતાકીય કાર્યવાહી કરેલ છે કે કેમ તેમજ ટી.આર.પી. ગેમ જોનના માલીક ભાગીદારો સંચાલકો સાથે આ આરોપીઓને મળવાન થયેલ કે કેમ અને થયેલ તો કઈ બાબતે અને આર્થીક લાભ લીધેલ કે કેમ વિગેરે સબંધે કોસ ઈન્‍ફોમેશન કરવાની હોય દિવસ ૧૪ ના રીમાન્‍ડ ની માંગણી મંજુર કરવા રજુઆતો કરવામાં આવેલ.

 તમામ પક્ષેની રજુઆતો, ગુનાની ગંભીરતા જ પ્રકારે બનાવ બનવા પામેલ છે તે બનાવ સબંધે ૨૪ કલાક ની કસ્‍ટડી દરમીયાન ની તપાસમાં આરોપી દ્વારા સહકાર આપવામાં આવેલ ન હોય અસરકારક તપાસ માટે અને સત્‍યતાના મુળ સુધી પહોંચવા અને ખરી હકીકતો રેકર્ડ પર લાવવા માટે આરોપીઓની શારીરીક હાજરી અનીવાર્ય હોય અને પોલીસ કસ્‍ટડી મંજૂર કરવામાં આવે તો જ સાચી દિશામા તપાસ થઈ શકશે વિગેરે બાબતો લક્ષે લઈ આરોપીઓના આગામી તા.૧૨/૦૬/૨૦૨૪ ના સાંજના કલાક ૫  સુધીના ૧૩ દિવસ ના રીમાન્‍ડ પર સોંપતો હુકમ ફરમાવવામા આવેલ છે.

ઉપરોકત ભ્રમમા ભોગ બનનાર પ્રદિપસીહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપ પ્રમુખ સુરેશ ફળદુ ધ્‍વારા કરાયેલ દલીલમાં બાર એશોશીયેશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, સેક્રેટરી પી.સી. વ્‍યાસ, જોઈન્‍ટ સેક્રેટરી જયેન્‍દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી.ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરી મેહુલભાઈ મહેતા, મહીલા અનામત રેખાબેન લીંબાસીયા તથા કારોબારી સભ્‍યો અજય પીપળીયા, કૌશલ વ્‍યાસ, પીયુષ સખીયા, અજયસીહ ચૌહાણ, રણજીત મકવાણા, હીરલ જોષી, નીકુંજ શુકલ, અમીત વેકરીયા, ભાવેશ રંગાણી રોકાયેલ હતા.

( IST)