<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

આવતા અઠવાડિયે શેરબજારમાં મોટી ઉથલપાથલ થવાની શકયતા

મનમોહનસિંહની સરકારમાં દસ વર્ષમાં ર૪૬% વળતર બજારમાં મળ્‍યુઃ નરેન્‍દ્રભાઇની સરકારમાં ૧૪૮% વળતર દસ વર્ષમાં મળ્‍યું : પી.વી. નરસિંમ્‍હરાવની સરકારમાં ૧૮૧% વળતર મળ્‍યું

રાજકોટ, તા. ૧ : આવતા અઠવાડિયે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે.જેને લઈને શેરબજારમાં મોટી ઉથલપાથલ થવાની શકયતા બજાર જોવાઈ રહી છે.હાલમાં શેરબજારમાં વિદેશી નાણાકીય સંસ્‍થાઓ સતત વેચવાલી કરે છે. ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે બે મહિનામાં વિદેશી નાણાકીય સંસ્‍થાઓએ ૭૯,૫૧૯ કરોડના શેરોનું ભારતીય શેરબજારમાં વેચાણ કર્યું છે.

 બીજી બાજુ સ્‍થાનિક નાણાકીય સંસ્‍થાઓએ ૯૭,૮૦૪ કરોડના શેરોની ખરીદી ૩૦ મે સુધીમાં કરી છે.

 શેરબજારમાં મ્‍યુચ્‍યુઅલ ફંડનો ફ્‌લો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.દિવસે-દિવસે એસ.આઈ.પી નો આંક વધતો જોવા મળી રહ્યો છે.અત્‍યાર સુધીના ઇતિહાસમાં જોવા જઈએ તો પી.વી.નરસિંહરાવની સરકારમાં ૧૮૧% વળતર શેરબજારે આપ્‍યું છે,જ્‍યારે મનમોહનસિંહની પહેલી પાંચ વર્ષની ટર્મ માં ૭૮% તો બીજી ટર્મ માં ૧૬૮% વળતર શેર બજારમાં મળ્‍યું છે,જ્‍યારે નરેન્‍દ્ર મોદીની સરકારમાં પહેલા પાંચ વર્ષમાં ૮૮% તો બીજી ટીમમાં ૬૦% વળતર શેર બજારે આપ્‍યું છે. અટલ બિહારી વાજપેયી ની સરકારમાં આશરે ૩૦ ટકા વળતર શેર બજારમાં મળ્‍યું છે.

શેરબજારમાં હાલમાં છેલ્લા એક-બે વિક થી પ્રાઇમરી માર્કેટ સુસ્‍ત છે,જે જૂનના ત્રીજા વિક સુધી રહેશે. જુલાઈથી ફરી પાછી પ્રાઇમરી માર્કેટ ધમધમસે. સેકન્‍ડરી માર્કેટમાં પણ જૂનના બીજા અઠવાડિયાથી વોલ્‍યુમમાં વધારો થશે. શેરબજારના નિષ્‍ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્‍યાનુસાર આગામી દિવસો શેરબજાર માટે ખૂબ જ મહત્‍વના સાબિત થશે. પ્રાઇમરી માર્કેટમાં હજારો કરોડના આઈ.પી.ઓ પાઇપલાઇનમાં છે,જે બજારમાંથી મુળી એકઠી કરવા આવી રહ્યા છે.વળી નવી સરકારની રચના પછી બજેટમાં જે કંઈ પણ જાહેરાત થશે તે શેરબજાર માટે ખૂબ જ મહત્‍વની સાબિત થશે. કોઈ પણ પ્રકારના વેરાની રાહત જાહેર થશે તો બજારમાં મોટી તેજી થવાની શકયતા છે. આગામી દિવસોમાં વ્‍યાજ દરો ઘટવાની પણ શકયતા છે.

 ઉપરાંત જો વિદેશી નાણાકીય સંસ્‍થાઓ ફરી એક્‍ટિવ થશે તો બજારની રોનક વધશે. સારું ચોમાસુ પણ શેરબજારને બુસ્‍ટ આપશે. નાના-નાના રોકાણકારોએ બજારમાં બે થી ત્રણ અઠવાડિયા દૂર રહેવું અને બજાર જ્‍યારે સ્‍થિર થઈ જાય અથવા તો બજેટ પછી જો રોકાણ કરશે તો તે સલામત રોકાણ હશે

( IST)