તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
મેટોડામાં મણી દ્વીપ મંદિર પાસે ‘હિટ એન્ડ રન': મિનાક્ષી મહિડાનું મોત
નોકરીએથી છુટી ઘરે પહોંચે એ પહેલા ‘પરલોક'નું તેડુ

રાજકોટતા. ૧: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ મણી દ્વીપ મંદિર નજીક વધુ એક વખત અકસ્માત સર્જાયો છે. હિટ એન્ડ રનની ઘટનામાં ૨૩ વર્ષની યુવતિનો જીવ ગયો છે. નોકરીએથી છુટીને ઘરે જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મેટોડા ગેઇટ-૨માં સંજીવની હોસ્પિટલ પાસે રહેતી મિનાક્ષીબેન ખીમજીભાઇ મહિડા (ઉ.વ.૨૩) સાંજે મેટોડા ગેઇટ-૩માં આવેલા સુમો કંપનીમાંથી નોકરી પુરી કરી ચાલીને ઘરે જતી હતી ત્યારે ગેઇટ-૩ નજીક મણી દ્વીપ મંદિર પાસે પહોંચતા અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.
મિનાક્ષીને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેણી ત્રણ બહેન અને એક ભાઇમાં ત્રીજી હતી. પિતા સિક્યુરીટીમાં નોકરી કરે છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે મેટોડા પોલીસને જાણ કરતાં પોલીસે વાહનચાલક અંગે તપાસ હાથ ધરી છે.
( IST)










