<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

બે ઢગાએ ટેમ્‍પોની કેબીનમાં ૪ વર્ષની બાળાને બિભત્‍સ અડપલા કરી કિસ કરીઃ એક ઢગાને નગ્ન કરી ધોકાવાયો

રાજકોટથી એક પરિવારને મોરબી રહેવા જવું હોઇ ટેમ્‍પો ભાડે કર્યો ત્‍યારે દિકરીને કેબીનમાં બેસાડી અને ભોગ બની ગાંધીગ્રામ પોલીસે અવધ રોડ વિરસાવરકર આવાસમાં રહેતાં યશ ત્રિવેદી અને તેના મિત્ર હિરેન જોષી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યોઃ યશ સારવાર માટે દાખલ થતાં તેની ફરિયાદ પરથી બાળાના પિતા સહિત ત્રણ વિરૂધ્‍ધ મારકુટ કર્યાનો વળતો ગુનો ચાર વર્ષની બાળાની છેડતી, અડપલા કરનારા બે પૈકી એક યશ ત્રિવેદીને બાળાના પિતા સહિતે રિક્ષામાં બેસાડી નગ્ન કરી ધોલધપાટ કરી હતી તેનો વાયરલ થયેલો વિડીયો અને યશને સારવારમાં દાખલ કરાયો તે જોઇ શકાય છે

રાજકોટ તા. ૧: કાલાવડ રોડ અવધના ઢાળ પાસે આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં એક શખ્‍સ અને તેના મિત્રએ પોતાના માલવાહક વાહનમાં ઘરનો સામાન ભરી મોરબી મુકવા જતી વખતી જેનું ભાડુ બાંધ્‍યુ હતું તે દંપતિની ૪ વર્ષની દિકરીને વાહનની કેબીનમાં બેસાડી ગુપ્‍ત ભાગે અડપલા કરી, ગાલ, હોઠ પર કિસ કરી લઇ છેડતી કરતાં અને બાળાએ આ બાબતે વાત કરતાં બાળાના પિતા તથા તેના મિત્રોએ રાજકોટ આવી આ શખ્‍સને તેના ઘર પાસે ધોકાવી બાદમાં રિક્ષામાં બેસાડી ઇસ્‍કોન મંદિર પાસે નગ્ન કરી ફરીથી ધોકાવતાં સારવાર માટે દાખલ કરવો પડયો છે. પોલીસે તેના વિરૂધ્‍ધ છેડતી પોક્‍સોનો ગુનો નોંધ્‍યો છે, સામે મારકુટ અંગે બાળાના પિતા સહિતની સામે પણ ફરિયાદ દાખલ થઇ છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર ૪ વર્ષની બાળાના માતાની ફરિયાદ પરથી કાલાવડ રોડ અવધ રોડ પર વિર સાવરકરનગર આવાસ ક્‍વાર્ટર એ-૫૦૧માં રહેતાં યશ મિલનભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૭) અને હિરેન જોષી વિરૂધ્‍ધ આઇપીસી ૩૫૪ (એ) (બી), પોક્‍સો હેઠળ ગુનો નોંધ્‍યો છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે અમારે મોરબી રહેવા જવું હોઇ સામાન ફેરવવાનો હોઇ મારા પતિએ ઓળખીતા એવા યશ ત્રિવેદી સાથે વાત કરી તેનો ટેમ્‍પો ભાડે કર્યો હતો. તેણે રૂા. ૨૫૦૦ ભાડુ કહેતાં મારા પતિએ હા પાડી હતી. ૩૧મીની રાતે દોઢેક વાગ્‍યે યશ, તેનો ભાઇ જય ગાડી લઇને આવતાં અમે સામાન ભર્યો હતો. બાદમાં રાતે ત્રણેક વાગ્‍યે અમે મોરબી જવા નીકળ્‍યા હતાં. આ ગાડી યશ ચલાવતો હતો. તેનો ભાઇ ઘરે જતો રહ્યો હતો. હું, મારા પતિ, ૪ વર્ષની દિકરી અને એક વર્ષનો દિકરો પાછળ સામાન સાથે ટેમ્‍પોમાં બેઠા હતાં. માધાપર ચોકડીએ પહોંચ્‍યા બાદ યશે ગાડી ઉભી રાખી કહ્યું હતું કે એકલા ગાડી ચલાવવામાં નીંદર આવે છે જેથી મિત્રને બોલાવ્‍યો છે. થોડીવાર બાદ તેનો મિત્ર હિરેન જોષી આવ્‍યો હતો. તે યશ સાથે ડ્રાઇવર કેબીનમાં બેઠો હતો.

ત્‍યારબાદ યશે મારી ૪ વર્ષની દિકરીને ચાલ બેટા તારે આગળ બેસવું છે? તેમ કહેતાં યશ જાણીતો હોઇ અમે દિકરીને આગળ બેસવા મોકલી હતી. હું, મારા પતિ અને દિકરો પાછળ બેઠા હતાં. એ પછી ગાડી ચાલુ થઇ હતી. થોડીવાર બાદ રોણકી પાસે ફરી ગાડી ઉભી રાખતાં હિરેન મારી દિકરીને લઇ આવેલ અને કહેલુ કે તમારી દિકરીને બાથરૂમ લાગી છે તેમ કહેતાં મારા પતિ દિકરીને લઘુશંકા માટે લઇ ગયેલ પણ તેણીએ લઘુશંકા કરી નહોતી. ત્‍યારબાદ દિકરીએ કહેલું કે મારે આગળ નથી બેસવું. જેથી તે ફરી અમારી પાસે આવી ગઇ હતી.

સવારે સવારે સાડા પાંચેક વાગ્‍યે અમે પહોંચ્‍યા હતાં ત્‍યાં સામાન ઉતારી યશ અને હિરેનને અમે નાસ્‍તો કરાવી ૧૫૦૦ ભાડુ આપી ૧૦૦૦ બાકી રાખ્‍યા હતાં. એ પછી સવારે સાડા સાતેક વાગ્‍યે મોરબી રહેતાં પતિના મિત્ર અમારી ઘરે સામાન ગોઠવવા મદદ કરવા આવ્‍યા ત્‍યારે મારી ૪ વર્ષની દિકરીએ ગુપ્‍ત ભાગ તરફ ઇશારો કરી દુઃખે છે તેમ કહેતાં તેણીને શું થયું તેમ પુછતાં તેણે કહેલુ કે-બંને ચાચુને મને અહિ ટચ કર્યુ હતું. આથી અમે તપાસ કરતાં ગુપ્‍તભાગ આસપાસ ચામડી લાલ થઇ ગઇ હતી. વધુ પુછતાં દિકરીએ ઇશારાથી બધુ સમજાવ્‍યુ઼ હતું અને તેણીને હોઠ પર ગાલ પર કિસ કરી ગુપ્‍ત ભાગે ટચ કરી બીજા ચાચુએ વાળ ખેંચી ગાલે  કિસ કરી હોવાની વાત કરી હતી.

આથી અમે દસેક વાગ્‍યે રાજકોટ કેકેવી હોલ પાસે આવ્‍યા હતાં. અહિ અમે પતિના મિત્રના ઘરે રોકાયા હતાં. બાદમાં મારા પતિ, તેના મિત્રો બહાર ગયા હતાં. એ પછી હું બાળકો અને પતિ સાથે યશ જ્‍યાં રહે છે ત્‍યાં જતાં  ખબર પડી હતી કે તેને મારા પતિ અને પતિના મિત્રોએ માર માર્યો છે. ત્‍યારબાદ અમે યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન ખાતે ફરિયાદ લખાવવા જતાં ગાંધીગ્રામ પોલીસની હદ હોઇ ત્‍યાં ફરિયાદ આવી યશ અને તેના મિત્ર હિરેન વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી. ટેમ્‍પોમાં યશે મારી દિકરીને હોઠ પર ગાલ પર કિસ કરી ગુપ્‍ત ભાગે અડપલા કર્યા હતાં અને હિરેને વાળ ખેંચી ગાલ પર કિસ કરી હોઇ બંને વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી. પીઆઇ બી. ટી. અકબરીએ ગુનો નોંધ્‍યો હતો.

બીજી તરફ વિર સાવરકરનગર આવાસ ક્‍વાર્ટરમાં રહેતો યશ મિલનભાઇ ત્રિવેદી સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. તેણે પોતાને બાળમાના પિતા અને તેના બે મિત્રોએ ઘર પાસે તેમજ રસ્‍તામાં કપડા ઉતરાવી લાકડી, પાઇપ, ઢીકાપાટુનો માર માર્યાની અને ધમકી દીધાની ફરિયાદ કરી હતી. આ અંગે યુનિવર્સિટી પીએસઆઇ વી. એન. બોદરે ગુનો નોંધ્‍યો હતો.

યશે ફરિયાદમાં જણાવ્‍યું હતું કે હું પ્રાઇવેટ નોકરી કરુ છું અને મારી પાસે જીજે૦૩બીવાય-૫૨૦૬ નંબરની ટાટા ઇન્‍ટા ગાડી છે. જેમાં માલાસામાનની હેરફેરનું કામ પણ હું કરુ છું. મને મોરબી સામાન મુકવાનું ભડાુ મળતાં ૩૧મીએ સામાન ભરી મોરી મારા મિત્ર હિરેન જોષી સાથે ગયો હતો. ભાડુ રૂા. ૨૫૦૦ નક્કી થયું હતું. સામાન પહોંચાડયા બાદ મને ૧૫૦૦ આપી ૧૦૦૦ બાકી રખાયા હતાં. એ પછી ૩૧મીએ સવારે સાડા અગિયારેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે જેનો સમાન મુકવા ગયો હતો એ શખ્‍સે ફોન કરી તારા હજાર રૂપિયા દેવા આવ્‍યા છીએ પાર્કિંગમાં ઉભા છીએ તેમ કહેતાં હું નીચે જતાં ભાડુ બાંધનારે કહેલુ કે તું રાતે સામાન મુકવા મોરબી આવ્‍યો ત્‍યારે મારી ૪ વર્ષની દિકરીને તે કેબીમાં બેસાડી અને બાથરૂમ જવાનું બહાનુ કરી ગાડી ઉભી રાખી ત્‍યાં સુધીમાં તે અને તારા મિત્રએ મારી દિકરીની છેડતી અડપલા કર્યા છે...તેમ કહી મનેમ ારકુટ કરી ગાળો દીધી હતી. મેં રાડો પાડતાં ઘરના લોકો આવી ગયા હતાં. એ પછી મેં સામેથી જ તેને હું પોલીસ સ્‍ટેશને આવવા તૈયાર છું તેમ કહેતાં તેઓ રિક્ષામાં બેસાડી રવાના થયા હતાં. રસ્‍તામાં ઇસ્‍કોન મંદિર પાસે મારા કપડા ઉતારવાનું કહી માત્ર ચડ્ડી પહેરેલી રહેવા દીધી હતી અને ફરીથી લાકડી-પાઇપથી માર માર્યો હતો. ત્‍યાર પછી પણ મેં હું ખોટો હોઉ તો પોલીસ સ્‍ટેશને લઇ જવા તેમ કહેતાં મને કણકોટ લઇ જવાયો હતો અને ત્‍યાં પણ માર મારવામાં આવ્‍યો હતો. એ પછી બધા તાલુકા પોલીસ સ્‍ટેશને ગયા હતાં. ત્‍યાંથી મને યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશને લઇ જવાયો હતો.

 મારકુટને કારણે યશને સારવાર માટે દાખલ કરાયો હોઇ તેના વિરૂધ્‍ધ છેડતી, પોક્‍સોનો ગુનો દાખલ થયો હોઇ પોલીસ બંદોબસ્‍ત મુકાયો હતો. હોસ્‍પિટલમાંથી રજા અપાયે ધરપકડ થશે.

( IST)