<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

લૂંટનો ગુનો યુનિવર્સિટી પોલીસ, એલસીબી ઝોન-૨ ટીમે ડિટેકટ કર્યો: ૪ પકડાયા, એકનું નામ ખૂલ્યું: ૧૭.૪૬ લાખનો મુદામાલ કબ્જે

પીઆઇ જે.એમ. કૈલા, પીએસઆઇ આર.એચ.ઝાલા, પીએસઆઇ બી.આર.ભરવાડ અને ટીમની કામગીરી: રઘુવીરસિંહ વાળા, દિવ્યરાજસિંહ, મૈસુરભાઈની બાતમી

રાજકોટઃ ત્રણ દિવસ પહેલા યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તરમાં કારમાં આવેલા શખ્સો બાઈકચાલકને આંતરી રોકડ લૂંટી ગયા હતાં. આ ગુનો યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન ૨ ટીમે ઉકેલી ૪ આરોપીને પકડી લીધા છે. એકનું નામ ખુલ્યું છે. ગુનો ઉકેલવા ટીમ પ્રયત્નશીલ હતી ત્યારે હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા અને મૈસુરભાઇ કુંભારવાડીયાને મળેલ બાતમીના આધારે આરોપીઓને પકડી લીધા છે. પોલીસ (૧) શુભમ ઇશ્વરભાઇ ગોકળદાસભાઇ પુરોહિત (ઉ.વ.૨૦ રહે.માધવવાટીકા એપાર્ટમેન્ટ બ્લોક નં. સી-૨૦૨ ૧૫૦ ફુટ રીંગ રોડ નજીક બેડીચોકડી જતા રોડ પાસે રાજકોટ), ભવ્ય નિતીનભાઈ રમેશભાઇ દવે (ઉ.વ.૨૩ રહે.દ્વારકેશપાર્ક શેરી નં.૦૩ આલાપગ્રીન સીટી પાછળ સંસ્કાર મકાન રાજકોટ), યશ અનવરભાઇ હબીબભાઇ લાલાણી (ઉ.વ.૨૧ રહે. સત્યસાંઇ રોડ મારૂતીનગર શેરી નં.-૦૨ ભાડેથી રાજકોટ મુળગામ ચોરવાડ લીમડાચોક તા.માળીયાહાટીના જી.જુનાગઢ) અને નૈમિશ મયુરભાઇ વસંતભાઇ શર્મા (ઉ.વ.૨૦ રહે.માંડાડુંગર ગોકુળપાર્ક મકાન નં.-૦૪ રાજકોટ)ને પકડ્યા છે, જ્યારે આ ગુનામાં ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે.રાજકોટ)નું નામ ખુલતાં શોધખોળ થઈ રહી છે.

પોલીસે આરોપીઓ પાસેથી સ્કોર્પીયો કાર, આઇફોન, સેમસંગ કંપનીનો મોબાઇલ, વનપ્લસ કંપનીનો મોબાઇલ, રીયલમી કંપનીનો મોબાઇલ મળી કુલ ૧૭,૪૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી મહેન્દ્ર બગરીયા  તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ઝોન-૨) જગદિશ બંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (પશ્ચિમ વિભાગ) રાધીકા ભારાઇની સૂચના અનુસાર આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર જે.એમ.કૈલા, પો.સબ ઇન્સ. આર.એચ.ઝાલા, બી.આર.ભરવાડ, એ.એસ.આઇ. સમીરભાઇ શેખ, હેડકોન્સ. મહિપાલસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, મહેન્દ્રસિંહ ડોડીયા, રાહુલભાઇ ગોહેલ, પો.કોન્સ.વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, યોગરાજસિંહ ગોહીલ એલ.સી.બી. ઝોન-ર ટીમના અમીનભાઇ ભલુર, મનીષભાઇ સોઢીયા, જયપાલસિંહ સરવૈયા સહિતે કરી છે.

(8:08 PM IST)