<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટનાએ પુત્રી પાસેથી પિતા છીનવ્યા:કર્મચારીનો તેની પુત્રી સાથેનો જુઓ છેલ્લો વીડિયો

સુનિલભાઈ પોતાની દીકરીને ગેમઝોનમાં રમવા લઈ ગયા આ દરમિયાન દીકરીએ પિતાને એમ પણ કહ્યું કે “પપ્પા કાલે હું નહીં હોઉં”: વિડિઓ જોવાની હિંમત હવે આ દિકરી કદાચ ફરી ક્યારેય નહીં કરી શકે

રાજકોટ અગ્નિકાંડને એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે પરંતુ પોતાના સ્વજનોને ખોયેલા લોકોના હૈયામાં લાગેલી આગ હજુ હોલવાતી નથી આ ગોઝારી દુર્ઘટનાએ 28 લોકોના જીવ લઈ લીધા અને આ TRP ગેમઝોન લોકો સાથે રમત રમી ગયુ. ત્યારે આ અગ્નિકાંડમાં મોતને ભેટનાર ગેમઝોનના એક કર્મચારીનો તેની પુત્રી સાથેને છેલ્લો વીડિયો સામે આવ્યો છે. પિતા અને પુત્રી મોજે રમી રહ્યા છે પણ પિતા કે પુત્રી શું ખબર હતી કે આ જ ગેમઝોન બન્નેને હવે ક્યારે ફરી નહી મળવા દે, ક્યારેય એકબીજાને નહી ભેટવા દે કે નહી એક બીજાને ફરી આવી રીતે મોજ કરવા દે.

અગ્નિકાંડની આ ઘટનામાં 28 લોકોના જીવ ગયા જેમાંથી જ એક ગેમઝોનમાં કામ કરતા કર્મચારી સુનિલ સિધ્ધપુરા તેમની દિકરી યામીને ઘટનાના એક દિવસ પહેલા ગેમઝોનમાં રમવા લઈ ગયા હતા. આ દરમિયાન તે બન્ને ગેમઝોનમાં રમતા અને મજા કરતા જોવા મળી રહ્યા છે એક પિતા પોતાની દીકરીને ત્યાં દરેક ગેમ બતાવી અને રમતા શીખવી રહ્યા છે. પુત્રી પણ આ દરમિયાન ખુબ ખુશ દેખાઈ રહી હતી પણ બન્ને માંથી કોને ખબર હતી કે આવતી કાલે તે એકબીજાને ફરી ક્યારેય નહી મળી શકે

 

સુનિલ સિધ્ધપુરા દુર્ઘટનાના 15 દિવસ પહેલા જ ગેમઝોનમાં નોકરી પર લાગ્યા હતા. 40 વર્ષના સુનિલભાઈ પોતાની દીકરીને આગલા દિવસે ગેમઝોનમાં રમવા પણ લઈ ગયા આ દરમિયાન દીકરીએ પિતાને એમ પણ કહ્યું કે “પપ્પા કાલે હું નહીં હોઉં”. કહેવાયને કે નાના બાળક તો ભગવાનનું રુપ છે ત્યારે આ દીકરીએ પિતાને સંકેત પણ આપી દિધો પણ થવાનું હતુ તે થઈને જ રહ્યું અને આ બાળકીના માંથેથી તેના પિતાની છત્રછાયા હમેશા માટે જતી રહી.

આ ગોઝારી ઘટનાએ એક પુત્રી પાસેથી તેના પિતા છીનવી લીધા. આ ઘટના પહેલાનો બન્નેનો સાથે વીડિયો હાલ સામે આવી રહ્યો છે જેને જોવાની હિંમત હવે આ દિકરી કદાચ ફરી ક્યારેય નહીં કરી શકે

(9:38 PM IST)