તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
લક્ષ્મીનગર નાલા પાસે આનંદી જવેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલતી માલવીયાનગર પોલીસ:ધર્મેશ અને રવિ પકડાયા: પીઆઇ જે.આર.દેસાઇ, પીએસઆઇ ડી.એસ.ગજેરા અને ટીમની કાર્યવાહી

રાજકોટ:લક્ષ્મીનગર નાલા પાસે જવેલર્સની દુકાનમાં થયેલી લૂંટનો ભેદ માલવીયાનગર પોલીસે ઉકેલી બે આરોપીને પકડી લીધા છે. ગઇ તા.૨૫/૦૫/૨૦૧૯ ના બપોરના રાજકોટ શહેર અરસામા લક્ષ્મીનગર મેઇન રોડ આનંદી જ્વેલર્સ દુકાન નામની દુકાન ખાતે બપોરના સમયે ફરીયાદીની દુકાનમાં બે અજાણ્યા આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના મોટર સાયકલમા આવી ફરીયાદીની દુકાનમાં ગ્રાહક બની આવી ફરીયાદીને વીંટી બાબતે પૂછપરછ કરી વાતચીત કરી ઝપાઝપી કરી છરીઓ કાઢીને જેમાંથી એક શખ્સે છરી વડે ફરીયાદીને જમણી સાઇડ દાઢીના ભાગે તથા જમણા પગના અંગુઠાના ભાગે મારી ઇજા કરી બીજા શખ્સે છરી વતી ફરીયાદીને ડાબા હાથની વચ્ચેની આંગળીના ભાગે મારી ઝપાઝપી કરી એકબીજાની મદદગારી કરી મોટર સાયકલ લઇ નાશી ગયેલ હોય જે લુંટનો બનાવ બનવા પામેલ હતો જે બાબતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ થયો હતો.
રાજકોટ શહેર પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-ર જગદીશ બાગરવા તથા ઇ.મદદનીશ પોલીસ કમીશ્નર વી.જી.પટેલએ ગુન્હો ડીટેકટ કરવા સુચના આપી હોઈ જે બાબતે પો. ઇન્સ. જે.આર.દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવવામા આવેલ જેમા એક ટીમ આઇ-વે પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમ જાણીતા ગુન્હેગારોને ચેક કરવા તેમજ ત્રીજી ટીમ રાજકોટ શહેરના મુખ્ય પ્રવેશદ્રારો ઉપર વોચ રાખવા તેમજ ચોથી ટીમ ખાનગી જગ્યાઓ પર સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ ટેકનીકલ રાહે માહિતી મેળવવા અંગેની કામગીરી સોંપવામા આવેલ હતી આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ ટીમના પો.સબ.ઇન્સ ડી.એસ.ગજેરા તથા સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમા હતા ગોંડલ રોડ ચોકડી ખાતે આવતા સાથે હેડકોન્સ, જયદેવસિંહ પરમાર તથા પો.કોન્સ હરસુખભાઇ સબાડ તથા પો.કોન્સ. જયદિપસિંહ ભટ્ટી તથા પો.કોન્સ. મથુરદાન બાટીને સયુંકત રીતે હકિકત મળેલ કે લક્ષ્મીનગર મેઇન રોડ આનંદી જવેલર્સ ખાતે લુંટ થયેલ તે લુંટમાં સંડોવાયેલ બંને શખ્સો હાલ રાજકોટ પુનીતનગર પાાણીના ટાંકા પાસે ગુન્હામા ઉપયોગ કરેલ કાળા કલરનુ મોટર સાયકલ હોન્ડા સાઇન નં. GJ-32-AD-6118 વાળુ લઇને ઉભેલ છે જે આધારે પુનીતનગર પાાણીના ટાંકા પાસેથી નીચે જણાવેલ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહિ કરી અનડીટેકટ લુંટના ગુન્હો ડીટેઇક કરવામા આવેલ છે તેમજ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીના નામ ધર્મેશ અરશીભાઇ સોલંકી ઉવ.૨૫ રહે. લક્ષ્મીનગર મેઇન રોડ દાસી જીવણપરા શેરી નં.૨ રાજકોટ મુળ ગામ દામલી ગામ નવાપરા તા.કોડીનાર જી. ગીર સોમનાથ અને રવી બાબુભાઇ સોલંકી ઉવ.૨૭ રહે. રામધામ સોસાયટી જયગીત શેરી નં.૨ રાજકોટ મુળ ગામ દામલી ગામ નવાપરા તા.કોડીનાર જી. ગીર સોમનાથ છે. આરોપીઓ પાસેથી વાહન, મોબાઈલ સહિતની મતા કબ્જે કરી છે
આ કામગીરી પો.ઈન્સ. જે.આર.દેસાઇ તથા સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ ડી.એસ.ગજેરા તથા પો.હેડ.કોન્સ. અજયભાઇ વિકમા, જયદેવસિંહ પરમાર, હિરેનભાઇ પરમાર, દિનેશભાઇ બગડા, તથા પો.કોન્સ. હરસુખભાઇ સબાડ, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટીએ કરી હતી.
(9:43 PM IST)










