News of Monday, 3rd June 2024
દક્ષિણ મામલતદાર દ્વારા મવડીમાં દબાણ હટાવ ઓપરેશનઃ ૩૨ ઝૂપડાઓ તોડી પડાયાઃ બાકીના સ્વેચ્છાએ ખસી ગયા
૬ થી ૭ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ : કલેકટરને કરાતો રિપોર્ટ

રાજકોટ તા. ૩ : દક્ષિણ મામલતદારશ્રી કાકડીયા અને તેમની ટીમે મવડી સર્વે નં. ૧૯૪માં પોલીસ હેડ કવાર્ટર પાસે આવેલ સરકારી ખરાબાની જગ્યામાં મજૂર પરિવારો દ્વારા અંદાજીત ૬૦ થી ૭૦ ઝુંપડાઓ બનાવી દબાણ કરવામાં આવ્યાનું બહાર આવતા ઓપરેશન હાથ ધર્યુ હતું પરંતુ દબાણકારોએ સ્વેચ્છાએ ખસી જવાનું કહેતા આ જમીન ખુલ્લી કરાવાઇ હતી. જેમાં અંદાજીત ૩૦ થી ૩૨ ઝુંપડાઓ તોડી પડાયા હતા, અને ૧૦૦૦ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલી કરવામાં આવેલ. જ્યારે બાકીના દબાણકારોએ સવાર સુધીમાં પોતાના દબાણવાળી જગ્યા ખુલ્લી કરવાની બાંહેધરી સાથે વિનંતી કરતા તેઓને સવાર સુધી સમય આપવામાં આવેલ હતો, કુલ ૬ થી ૭ કરોડની જમીન ખુલ્લી કરાવી દબાણ મામલતદારે કલેકટરને રીપોર્ટ કરી દિધો છે
(3:14 PM IST)










