<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

બૂટલેગરો પર પોલીસની ધોંસઃ ૪ દરોડામાં ૪ શખ્‍સોને ૧.૪૨ લાખનો દારૂ સાથે દબોચ્‍યા

બી-ડિવીઝન પોલીસે જમુના પાર્કમાંથી રાજસ્‍થાનના જીતેન્‍દ્ર અને સદર બજારના લાલજીને પકડયાઃ દિનેશનું નામ ખુલ્‍યું બી-ડિવીઝનના હેડકોન્‍સ. રાજેશભાઇ બાળા, કોન્‍સ. ભાનુશંકર ધાંધલા અને રાજદિપભાઇ પટગીરની બાતમી ભક્‍તિનગર પોલીસે બે રેઢી રિક્ષામાંથી ૯૬ બોટલ કબ્‍જે કરીઃ આરોપીનો શોધખોળઃ આજીડેમ પોલીસે મકાનમાંથી ૧૮ બોટલ કબ્‍જે લીધીઃ ગાંધીગ્રામ પોલીસે દંપતિને બે બોટલ સાથે પકડયું

રાજકોટ તા. ૩: શહેર પોલીસે બૂટલેગરો પર ફરીથી ધોંસ બોલાવી છે. ચાર દરોડામાં ચાર શખ્‍સોને પકડી લેવાયા છે. જેની પાસેથી એક લાખ બેતાલીસ હજારનો દારૂ કબ્‍જે થયો છે. બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ પર મકાનમાં દરોડો પાડી બે શખ્‍સને દબોચ્‍યા હતા અને દારૂ કબ્‍જે લીધો હતો. જ્‍યારે એક શખ્‍સનું નામ ખુલ્‍યું હતું. ભક્‍તિનગર પોલીસે બે રેઢી રિક્ષામાંથી અને આજીડેમ પોલીસે એક ઘરમાંથી દારૂનો જથ્‍થો કબ્‍જે લીધો હતો. જયારે ગાંધીગ્રામ પોલીસે એક દંપતિને રિક્ષામાં દારૂની બોટલ સાથે નીકળતાં પકડી લીધું હતું.

બી-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. રાજેશભાઇ બાળા, કોન્‍સ. ભાનુશંકર ધાંધલા અને રાજદિપભાઇ પટગીરને મળેલી બાતમી પરથી મોરબી રોડ જકાતનાકા પાસે જમુના પાર્ક-૧૦માં એક ઘરમાં દરોડો પાડી જીતેન્‍દર દેવીલાલ પાલીવાલ (ઉ.૩૦-રહે. જમુના પાર્ક ભાડેથી, મુળ રાજસથાન રાજસમંદ ગામ ખેડી તા. ખમનોર) તથા સદર બજાર પંનામ સોસાયટીના લાલજી બળવંતભાઇ રામાવત (ઉ.વ.૨૮)ને પકડી લઇ રૂા. ૮૪ હજારનો દારૂ અને ૧૦ હજારના બે મોબાઇલ કબ્‍જે લીધા હતાં. ત્રીજા શખ્‍સ મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી-૪ના દિનેશ ઉર્ફ સાગર વિજયભાઇ ગોસ્‍વામીનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અનુસાર પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂ, હેડકોન્‍સ. રાજેશભાઇ બાળા, ક્રિપાલસિંહ જાડેજા, લાલજીભાઇ હાડગડા, કોન્‍સ. જયદિપસિંહ બોરાણા, ભાનુશંકર ધાંધલા, પોપટભાઇ ગમારા, પંકજભાઇ માળી, જગદીશભાઇ વાંક અને રાજદિપભાઇ તથા વિશ્વજીતસિંહે આ કામગીરી કરી હતી.

ભક્‍તિનગર પોલીસે દારૂ સાથે

બે રિક્ષા રેઢી પકડી

પરસાણાનગર મેઇન રોડ બગીચા પાસે બે ઓટો રીક્ષામાં દારૂનો જથ્‍થો હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્‍સ. યુવરાજસિંહ રાણા અને નિખીલભાઇને બાતમી મળતા પરસાણાનગર મેઇન રોડ બગીચાની સામે દરોડો પાડી બે ઓટો રીક્ષામાંથી રૂા. ૪૮૦૦૦ની કિંમતની વિદેશી દારુની ૯૬ બોટલ કબ્‍જે કરી જીજે-૩ બીએકસ-૧૩ર૬ અને જીજે.-૩ બી.યુ. ૭૪૯૭ નંબરની રીક્ષા મળી રૂા. ૧,૪૮,૦૦૦ની મત્તા કબજે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છ.ે આ કામગીરી પી.આઇ. એમ. એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. એન. વસાવા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી છે.

નારાયણનગર કવાર્ટરમાંથી

દારૂની ૧૮ બોટલ કબ્‍જે

કોઠારિયા સોલવન્‍ટ પાસે નારાયણનગર કવાર્ટરમાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ. પી. એ. ચીરોડીયા, કોન્‍સ. ગોપાલભાઇ સહિત દરોડો પાડી કવાર્ટરમાંથી રૂા. ૯૦૦૦ની કિંમતની દારૂની ૧૮ બોટલ કબ્‍જે કરી કુલદીપ શિવુભા વાળાની શોધખોળ હાથ ધરી છે.

રીક્ષામાંથી બે બોટલ દારૂ

સાથે દંપતીની ધરપકડ

માધાપર ચોકડી પાસે ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે એ.એસ.આઇ. ડી. આર. રાણા તથા કોન્‍સ. કુલદીપસિંહ રાણા સહિતે દરોડો પાડી માધાપર ચોકડી પાસે જીજે-૩ બીયુ.-૬૭૦૦ નંબરની રીક્ષામાંથી દારૂની બે બોટલ સાથે જામનગર રોડ, સંજયનગર શેરી નં. ૧ માં રહેતો આરીફ અબ્‍દુલભાઇ હાલા અને તેની પત્‍ની તબસ્‍સુમ આરીફ હાલાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:51 PM IST)