News of Monday, 3rd June 2024
તબિબી, ફાર્મસી અને નર્સિંગના ૪ છાત્રોએ કરી હતી લૂંટઃ સુત્રધારની અગાઉ પણ ગુનામાં સંડોવણી
૧૫૦ રીંગ રોડ પર ચાર દિવસ પહેલા વકિલના ડ્રાઇવરને લૂંટી લીધો હતો સુત્રધાર ધ્રુવરાજસિંહ ગોહિલે ભાડાની સ્કોર્પિયોની નંબર પ્લેટ કાઢી મિત્રો સાથે લટાર મારવા નીકળ્યા પછી યુવાનને એકલો ભાળી આંતરીને ૨૦ હજાર લૂંટી લીધા'તાઃ યુનિવર્સિટી પોલીસ, એલસીબી ઝોન-૨ ટીમે ભેદ ઉકેલ્યો

રાજકોટ તા. ૩: શહેરમાં ચાર દિવસ પહેલા એડવોકેટના ડ્રાઇવરને આંતરી મારકુટ કરી વીસ હજારની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટનાનો ભેદ યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-૨ પોલીસે ઉકેલી ચારને ઝડપી લીધા છે. જેમાં બે એમબીબીએસના વિદ્યાર્થી છે. જો કે સુત્રધાર હાથમાં આવ્યો નથી. ભાડે લીધેલી સ્કોર્પિયલો લઇ પાંચેય મિત્રો ચક્કર મારવા નીકળ્યા બાદ દોઢસો ફુટ રીંગ રોડ પર બાઇકસવારને આંતરી રોકડ લૂંટી હતી.
આ ગુનામાં તપાસ થઇ રહી હતી એ દરમિયાન યુનિવર્સિટી ડી. સ્ટાફના હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા અને મેૈસુરભાઇ કુંભારવાડીયાને બાતમી મળી હતી કે લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો કે જે નંબર પ્લેટ વગરની હતી તેમાં નંબર પ્લેટ ફીટ કરાવવા અમુક શખ્સો પાટીદાર ચોકમાં આવ્યા છે. તેના આધારે ચારને સકંજામાં લઇ પુછતાછ કરતાં ભેદ ઉકેલાયો હતો.
પોલીસે ચાર આરોપીઓ શુભમ ઈશ્વરભાઈ પુરોહિત (ઉ.વ.ર૦, રહે. માધવ વાટીકા એપાર્ટમેન્ટ, બ્લોક નં. સી-ર૦ર, ૧પ૦ ફૂટ રીંગ રોડ નજીક), ભવ્ય નીતીનભાઈ દવે (ઉ.વ.ર૩, રહે. દ્વારકેશ પાર્ક શેરી નં.૩, આલાપ ગ્રીન સિટી પાછળ), યશ અનવરભાઈ લાલાણી (ઉ.વ.ર૧, રહે. સત્યસાંઈ રોડ મારૂતિનગર શેરી નં.ર) અને નૈમિષ મયુરભાઈ શર્મા (ઉ.વ.ર૦, રહે. માંડાડુંગર ગોકુળ પાર્ક)ની ધરપકડ કરી હતી. આ ચારેયએ પુછતાછમાં પોતાની સાથેના ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ સાથે મળી લૂંટ કર્યાનું કબુલ્યું હતું. જો કે ધ્રુવરાજસિંહ હાથમાં આવ્યો ન હોઇ શોધખોળ થઇ રહી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી શુભમ અમદાવાદના સોલામાં જયારે ભવ્ય ફિલીપાઈન્સમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. જ્યારે યશ ફાર્મસીનો જયારે નૈમિષ નર્સીંગનો છાત્ર છે. આરોપી શુભમનો મિત્ર ધુ્રવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ પણ લૂંટમાં સંડોવાયેલો છે. જે હાલ ફરાર છે. આ પાંચેય આરોપીઓએ ભેગા મળી ભાડાની સ્કોર્પિયોમાં નીકળ્યા બાદ ધ્રુવરાજસિંહે હવે હું શું કરુ છું એ જોવો...કહી વકિલના ડ્રાઇવર તરીકે કામ કરતાં રૂડાગનરના અજયસિંહ ચોૈહાણને આંતરી રોકડ પડાવી લીધી હતી. એ પછી બધા ભાગી નીકળ્યા હતાં.
પકડાયેલા ચારેય આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો અને ચાર મોબાઈલ ફોન મળી કુલ ૧૭ લાખ ૪૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી બગરીયા, ડીસીપી ઝોન-૨ જગદીશ બંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અનુસાર પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ આર. એચ. ઝાલા, પીએસઆઇ બી. આર. ભરવાડ, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્સ. મહિપાલસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, રાહુલભાઇ ગોહેલ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસ્ંિહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, યોગરાજસિંહ ગોહિલ, એલસીબી ઝોન-૨ના અમીનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા, જયપાલસિંહ સરવૈયા સ્હિતે આ કામગીરી કરી હતી
(3:03 PM IST)










