<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

શહેરમાં રોગચાળો યથાવત : ઝાડા - ઉલ્‍ટી - શરદી - ઉધરસ-તાવના ૧૬૦૦ કેસ

રાજકોટ, તા. ૩ : શહેરમાં છેલ્લા અઠવાડીયાથી ગરમીનું પ્રમાણ વધતા પાણીજન્‍ય રોગચાળાનાં વધારો થતો જોવા મળે છે. કેમ કે, ઘણા દિવસોથી સીઝનલ રોગચાળો વકરતો જાય છે. છેલ્લા સપ્તાહમાં ઝાડા, ઉલ્‍ટી, ટાઇફોડ તાવ સહિત ૧૬૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા.૨૭ મે થી ૨ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાનો ૨ કેસ

છેલ્લા સપ્તાહમાં મેલેરીયાના એક, ડેન્‍ગ્‍યુનો એક જયારે સીઝનનાં મેલેરીયાના ૭, ડેન્‍ગ્‍યુના ૯૧૨  તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.

શરદી-તાવના

૧૬૦૦થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૮૨૦ તેમજ સામાન્‍ય તાવના ૪૬૫ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૩૨૧ સહિત કુલ ૧૬૦૦થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૯૧૨ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,૦૫,૧૬૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૭૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૭૬૬થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૯૧૨ લોકોને નોટીસ પાઠવી હતી

(4:28 PM IST)