News of Monday, 3rd June 2024
ગરમાળો, ધાણા-જીરૂ-વરિયાળી, કાળી દ્રાક્ષનું સરબત પીઓ
ગરમાળા પંચક ઉનાળાના તાપમાં ઠંડક અને પોષણ આપશે : વૈદ્ય ડી.પી. મહેતા તીખા, તળેલા, મસાલેદાર ભોજનથી દૂર રહો અને ફળનો ઉપયોગ વધારો : આકરા તાપમાં શરીરને સ્ટ્રોંગ કરો

રાજકોટ તા. ૩ : જામનગર આયુર્વેદ યુનિ.ના નિવૃત્ત વૈદ્ય ડી. પી. મહેતા તાજેતરમાં ‘અકિલા' ની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ કાળઝાળ ગરમીમાં શરીરમાં ઠંડક અને ઇમ્યુનિટી જાળવી રાખવા વિવિધ પ્રયોગો જણાવ્યા હતાં.
બપોરના સમયે તડકામાં બહાર જતા પહેલા માટલાંનું ઠંડું પાણી, લીબુંનું શરબત કે અન્ય ઘરે બનાવેલું શરબત અથવા છાસ પીને પછી જ બહાર જવું, બહાર જતા પહેલા મૌઢામાં કાળી દ્રાક્ષ આદુ કે જેઠી મધનો લાકડાનો ટુકડો મોમાં રાખી ચૂસવો જેથી મોઢુ સુકાય નહી. આ ઋતુમાં ઠંડું. પાણી પીવું હિતકારી છે. ઠંડા પાણી માટે માટીનાં નવા ઠંડા માટલાનો ઉપયોગ ફ્રીઝ તથા બરફના પાણી કરતા વધુ શ્રેષ્ઠ છે. આ રૂતુમાં તાપ તડકામાંથી ઘરમાં આવ્યા પછી તરત જ પાણી ન પીવું હિતકારી છે. ઘરમાં આવ્યા પછી થોડીવારે શાંતી થયા પછી પીવાના પાણીનું પ્રમાણ બને ત્યા સુધી વધારે પ્રમાણમાં રાખવુ.
ડો. મહેતા જણાવે છે કે, ઉનાળામાં સખત તાપ-ગરમી વધી જાય છે. તેવા સમયે ગરમાળા પચક એટલે કે પાંચ ઠંડી ઔષધી દ્રવ્ય અમળતની ગરજ સારે છે. ગરમાળો, ધાણા, જીરૂ, વરીયાળી અને કાળી દ્રાક્ષ આ પાંચેય ઔષધી દ્રવ્ય ૧-૧ તોલા લઇ સહેજ કુટીને માટીની કુલડીમાં ૧૦ થી૧૫ તોલા પાણીમાં ૬ થી ૮ કલાક પલાળી પછી તે પાણીમાં બધી ઔષધી દ્રવ્ય મસળી ત્યારબાદ પાણી ગાળીને પીવાનું રાખવું જોઈએ. આ ગરમાળા પચક ઉનાળામાં આપણને ઠંડક આપીને અનેક રીતે ઉપયોગી થશે.
બપોર નાં ભોજન સમયે કાચી ડુંગળી-કાચી કેરીનું સેવન કરવું તથા કાચી કેરીનું કચુંબર ગોળ સાથે લેવું બપોરનાં સમયે ભોજન પછી મીઠી છાસ લેવી. લીબુંનું શરબત લેવું. ભોજનમાં દાળ-શાકમાં લીંબુ ખાસ નાખવું અને લીબું જેમને માફક ન આવે તેમને કોકમનો ઉપયોગ કરવો - કોક્રમનું પણ શરબત બનાવી લઇ શકાય.
છાસ લેવી. લીબુનું શરબત લેવું. ભોજનમાં દાળ-શાકમાં લીબું ખાસ નાખવું અને લીબું જેમને માફક ન આવે તેમને કોકમનો ઉપયોગ કરવો કોકમનું પણ શરબત બનાવી લઇ શકાય. ૭૮ ઉનાળાની ગરમી માં ફળો નો ઉપયોગ ખૂબ જ લાભદાયક છે. ફળોમાં પાકી કેરી, કેળા, શેરડી, તરબૂચ, સક્કર ટેટી લીલી દ્રાક્ષ, સંતરા, મોસંબી, દાડમ, ફાલસા વગેરે લઇ શકાય.
ઉનાળામાં તીખા, ગરમા મસાલાવાળા, તળેલાં, ખૂબ જ ભારે પદાર્થો ન લેવા. સુપાચ્ય અને હળવો ખોરાક લેવો.
ચા-કોફીનોઉપયોગ ઓછો કરવો,તમાકુ અને બીડી-સિગારેટ તથા દારૂનું સેવન નુકસાન કરતા છે.
આ ઋતુમાં સફેદ રંગના ખૂબ હળવા, પાતળા, આછા ખુલતા સુતરાઉ કપડા પહેરવા.
દર્દી દેવની સેવામાં સમર્પિત
ઓખાથી લીમડી સુધી આરોગ્ય જાગૃતિ પ્રવૃતિઃ દર શનિ-રવિ દ્વારિકામાં સેવાઃ વૈદ્ય ડી.પી.મહેતાનું પ્રેરક જીવનઃ વિવિધ એવોર્ડથી સન્માન
આયુર્વેદ એ એક પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ છે જે આપણે ને આપણા ઋષિમુનીઓ પાસેથી વારસામાં મળી છે. આયુર્વેદને લોકભાગ્ય બનાવવા માટે રાજકોટના અને તેના પ્રચાર-પ્રસાર માટે વૈદ ડી.પી.મહેતા વર્ષોથી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.
વૈદ્ય દિનેશચંદ્ર પ્રાણજીવન (ડી.પી. મહેતા) સને ૧૯૮૨થી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત ગુલાબકુંવરબા આયુર્વેદ હોસ્પિટલ, જામનગરમાં ‘ક્લિનિકસ રજિસ્ટ્રાર' તરીકે ફરજ બજાવતા હતા.
ગાયત્રી પરિવાર ટ્રસ્ટ (મુંબઇ) સંચાલિત ગાયત્રી શાંતિવન (ગાયત્રી શકિત પીઠ દ્વારકા) ના સહયોગ સાથે બેટ-દ્વારકાના વતની એવા ડી.પી. મહેતાનું આયુર્વેદ પધ્ધતિએ આ વિસ્તારના જરૂરતમંદ દર્દીઓ માટે સારવારનું અભિયાન ગાયત્રી શકિત પીઠના પરિસરમાં ચાલી રહ્યું છે.
દ્વારકામાં દર રવિવારે સવારે સાપ્તાહિક આયુર્વેદ ઔષધાલયમાં ડી.પી. મહેતા અને ૧૯૯૨ ઓકટોબરથી આજદિન પર્યત જામનગરથી દ્વારકા આવીને ઓખા મંડળના જરૂરતમંદ દર્દીઓને પોતાની માનદ સેવાનો લાભ આપી રહ્યા છે. ‘જન સેવા એ જ પ્રભુ સેવા' તથા ‘દર્દી દેવો ભવઃ' ને ચરિતાર્થ કરીને મહેતા દર રવિવારની રજાનો ઉપયોગ આ રીતે જન સેવામાં કરે છે. રવિવારે સવારે દ્વારકામાં માનવ સેવા કર્યા બાદ સાંજ સમયે જામખંભાળિયામાં જલારામ અન્નક્ષેત્ર સંચાલિત જલારામ મંદિરના આયુર્વેદ ઔષધાલયમાં સેવા આપે છે. જ્યાં બહોળા પ્રમાણમાં તેમની સેવાનો દર્દીઓ લાભ લઇ રહ્યા છે, તેવી જ રીતે સને ૧૯૮૯થી જામનગરમાં ગુરૂ દત્તાત્રેયના મંદિર પાસે આવેલ ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી સંચાલિત ટ્રસ્ટના દવાખાનામાં સપ્તાહમાં ત્રણ દિવસ સાંજના સમયે પોતાની માનદ સેવા આપે છે જે આજે પણ ચાલુ છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ, મહાનુભાવો અને ધાર્મિક સંતો વગેરેએ સમયાંતરે આ ઔષધાલયનો રૂબરૂ મુલાકાત લઇ ડી.પી.મહેતાની આ સેવાને બિરદાવેલ છે.
તેઓ ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી, જામનગર સંચાલિત આયુર્વેદ દવાખાનામાં સને ૧૯૮૯થી શરૂ કરીને આજદિન સુધી અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજના સમયે ચિકિત્સક તરીકે માનદ સેવા આપે છે.
તેઓએ ઓખા નગરપાલિકા સંચાલિત દવાખાનામાં સાંજના સમયે અને જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ, જામખંભાળિયા સંચાલિત આયુર્વેદિક દવાખાનામાં દર રવિવારે સાંજે માનદ સેવા આપેલ છે.
સને ૧૯૯૭થી જામનગર જિલ્લાના અભ્ય અને જિલ્લા બહાર જુદા-જુદા ટ્રસ્ટ- કોラ સંસ્થાઓનો સંપર્ક કરી વિનામૂલ્યે સર્વરોગ તેમ નિદાન-સારવાર કેમ્પોનું આયોજન કરાવીને તેમાં પોતાનું યોગદાન- માનવસેવા આપેલ છે. આજ સુધીમાં ૧૫૦થી વધુ નિદાન શિબિરો યોજેલ છે.
ડબલ્યુ.એચ.ઓ. તરફથી હિમાચલ પ્રદેશ, ભૂતાન, નેપાળ અને બર્મા વગેરે
દેશ-વિદેશના મેડિકલ ઓફિસરો કે જે જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલ હતા તેમના માટે કેમ્પ કો-ઓર્ડિનેટર તરીકે નિદાન કેમ્પોનું આયોજન જુદા-જુદા સ્થળોએ કરેલ છે અને તેમાં સેવા આપેલ છે. દુષ્કાળગ્રસ્ત અને ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં તબીબી સેવા : જામનગર અને કચ્છ જિલ્લામાં જે તે સમયે દુષ્કાળ અને ભૂકંપ સમયે તબીબી સેવા આપેલ છે.
આયુર્વેદ પદ્ધતિનો વધુ પ્રચાર-પ્રસાર થાય અને આયુર્વેદ વધુ લોકભોગ્ય બને તે હેતુથી જન-જન સુધી માહિતી પહોંચાડવાના હેતુથી જુદા-જુદા દૈનિકોમાં સને-૧૯૮૭થી લોક ભોગ્ય ભાષામાં ૧૦૦થી વધારે લેખો. લખેલ છે.
જુદા-જુદા રોગચાળા સમયે અવેરનેસ અને પ્રિવેન્સન અંતર્ગત ઉપયોગી માહિતી અને પત્રિકા તેઓએ પ્રસિદ્ધ કરાવીને સમાજ સેવા માટે નિઃશુલ્ક વિતરણ કરાવેલ છે. આમ વિવિધ માધ્યમથી સમાજમાં જબરજસ્ત જનજાગળતિ અભિયાન ડી.પી મહેતા છેલ્લા એક દસકા કરતા પણ વધારે સમયથી ચલાવી રહ્યા છે.
ડી.પી મહેતાની તબીબી ક્ષેત્રે સમાજ અને માનવ સેવાના હેતુથી નિઃસ્વાર્થ ભાવે નોંધપાત્ર કામગીરી કરવા બદલ કદરરૂપે એવોર્ડસ-સિદ્ધિઓ પ્રાપ્ત થયેલ છે. જેમાં ૧૯૯૭ મા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીનો રોખચંદ્રક તેમજ રૂ. ૧૦,૦૦૦ રોકડાથી સન્માન કરવામાં આવેલ.
૨૦૦૨માં ગાંધીનગર ખાતે યુનો સંલગ્ન ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટરર્સ ફોર વર્લ્ડ પીસ તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડસ મહામહીમ રાજ્યપાલ સુંદરસિંહજી ભંડારીના હસ્તે અપાયેલ.
એટહોમ કાર્યક્રમ અંતર્ગત જામનગર - ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે શાલ-સ્મળતિચિન્હથી સન્માન થયેલ.
૨૦૦૪મા દ્વારકાના શંકરાચાર્ય - જગતગુરુ સ્વરૂપાનંદ સરસ્વતીજીના હસ્તે ૧ શારદાપીઠ, દ્વારકા ખાતે દ્વારકા સેવા રત્નની - પદવી એનાયત થયેલ છે. વૈદ્ય મહેતાજીનાં -સંપર્ક મો. ૯૩૨૭૪૫૫૩૨૭ નંબર પર થઇ શકે છે.
(4:31 PM IST)










