News of Monday, 3rd June 2024
મિલ્કત વેરામાં ૧૫% વળતર યોજનામાં ૨૨૪.૬૮ કરોડની આવક
૩.૬ લાખ કરદાતાઓને ૨૩.૩૭ કરોડનું ડિસ્કાઉન્ટઃ ૩૦ જુન સુધી ૧૦ થી ૫ ટકા વળતરઃ ૧૩૯.૪૦ કરોડ ઓનલાઇન વેરો ભરપાઇ થયા

રાજકોટ,તા. ૩: મહાનગરપાલિકા દ્વારા વર્ષે ૨૦૨૪-૨૫ મિલ્કતવેરો તથા પાણી વેરાની ભરપાઇ કરવા માટે તા. ૮ એપ્રિલના વેરો વસુલવાની કામગિરી શરૂ થયેલ છે. જેમાં તા. ૩૧ને રાત્રીના ૧૨ સુધીમાં ૩,૦૬,૬૨૧ કરદાતાઓ દ્વારા કુલ ૨૨૪.૬૮ કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે.
જેમાં ઓફલાઇન (કેશ તથા ચેક) કરદાતા ૮૩૭૮૫ વેરો કુલ ૮૫.૨૮ કરોડ અને ઓનલાઇનના કરદાતાઓ ૨૨૨૭૪૬ કુલ ૧૩૯.૪૦ કરોડની ભરપાઇ થયેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ ૨૩.૩૭ કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે. હાલમાં તા. ૧ જુન થી ૩૦ જૂન સુધી એક માસ પ%સ્કીમ ચાલુ છે. જે અરજદારોને ધ્યાને લેવા મનપાની સતાવાર યાદીમાં જણાવાયું છે
(4:34 PM IST)










