News of Monday, 3rd June 2024
ગુરૂવારે શ્રી શનિ જયંતિઃ રતનપર શ્રી વિદ્યા કલ્યાણ ધામે ઉજવાશે
શનિ મહાપૂજા-શનિ તૈલાભીષેક (૧૦૮ કળશથી તેલ ચડાવાશે) શનિ મહાયાગઃ ઇચ્છુકોએ નામ નોંધાવી દેવું: શાસ્ત્રી હિરેનભાઇ ત્રિવેદી

રાજકોટ તા. ૩: શનિદેવની ન્યાય પ્રક્રિયામાંથી પસાર થતાં તમામ વ્યકિતઓ માટે શનિદેવની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ તમ દિવસ એટલે ‘‘શનિ જયંતિ'' વૈશાખ વદ અમાસ તા. ૬-૬-ર૦ર૪ ગુરૂવારના રોજ ભગવાન શનિદેવનો પ્રાગટયોત્સવ છે.
આ શુભ દિવસે શહેરની ભાગોળે રતનપર ખાતે આવેલ શ્રી વિદ્યા કલ્યાણ ધામ ખાતે શ્રી શનિદેવ મહાપૂજા શ્રી શનિ તૈલાભિષેક તથા શ્રી શનિ મહાયાગનું આયોજન થયું છે.
આપણે જાણીએ જ છીએ કે શનિદેવનો પ્રભાવ જીવનના દરેક તબકકામાં હોય જ છે. અઢી વર્ષની પનોતી હોય કે સાડા સાતી હોય શનિદેવ પોતાનો પ્રભાવ બતાવે જ.
શનિદેવની દૂર દૃષ્ટિ કે દૂર પ્રભાવથી રાહત મેળવવાં શનિદેવની લોહપ્રતિમાનું પૂજન કરવાનું શાસ્ત્રીય વિધાન છે. શનિદેવના પૂજન, મંત્ર, જપ યતથી પનોતિમાં રાહત મળે અને સુખના દ્વારા ખુલે છ.ે
આ પરમ સુખ, શાંતિ, સમૃધ્ધી આપનારી અને શનિની પનોતી પીડા દૂર કરનારી લોહ પ્રતિમા તથા પૂર્ણકદની શનિદેવની મૂર્તિ શ્રી વિદ્યા કલ્યાણ ધામ-રતનપર ખાતે વિધી વિધાન પૂર્વક સંતો-વિદ્વાનોના સાંનિધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠીત થયેલ છે. જેના દર્શન-પૂજનથી જીવનમાં પ્રગતિ વિકાસ સાધી શકાય છે.
શાસ્ત્રી શ્રી હિરેનભાઇ ત્રિવેદી જણાવે છે કે, આ શનિ જયંતિના દિવસે એટલે કે તા. ૬-૬-ર૦ર૪ને ગુ઼રૂવારે શ્રી વિદ્યા કલ્યાણ ધામ રતનપર ખાતે શનિદેવ મહાપૂજા, શનિ તૈલભિષેક અને શનિ મહાયાગનું દિવ્ય-ભવ્ય આયોજન કરેલ છે.
જે કોઇ શનિ ભકતોને આ પૂજા-યજ્ઞમાં જોડાવવું હોય તેઓ શ્રી વિદ્યા કલ્યાણ ધામ રતનપર મો. ૯૯૭૯ર ૧૦૪૯૯, મો. ૯૬ર૪૬ ૩પ૮૦૮, મો. ૯૮રપ૪ ૯૯૦૯૩ ઉપર સંપર્ક કરીને પોતાના નામ રજીસ્ટ્રેશન અગાઉથી કરાવી શકશે.
રજીસ્ટ્રેશન વગર મહાપૂજા કે યજ્ઞમાં ભાગ લઇ શકાશે નહીં.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી વિદ્યા કલ્યાણ ધામ-રતનપરના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી હિરેનભાઇ ત્રિવેદી અને શ્રી જયરાજસિંહ ચુડાસમા નજરે પડે છે
(4:54 PM IST)










