<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

દેશને એક વડાપ્રધાન અને રાજ્‍યને ચાર મુખ્‍યમંત્રીઓ આપનારી રાજકોટની શુકનવંતી લોકસભા બેઠક

આજના આધુનિક યુગની પૃથ્‍વી પરની પાંચ મહાસતાઓ અમેરિકા, જાપાન, બ્રિટન, ફ્રાંસ અને ચીન પછીની જગતની છઠ્ઠી મહાસતા બનવા તરફ તેજ રફતારથી મહાપ્રયાણ કરી રહેલા વિકાસશીલ, વિનયશીલ અને વિચારશીલ ભારતમાં ૨૮ રાજયો અને ૮ કેન્‍દ્રશાસિત પ્રદેશોની મળીને કુલ ૫૪૫ લોકસભા બેઠકો આવેલી છે જેમાંથી ૫૪૩ બેઠકો ભરવા માટે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી કરાવવામાં આવે છે અને બાકીની વધેલી બે બેઠકો એંગ્‍લો-ઈન્‍ડિયન કોમ્‍યુનિટીના પ્રતિનિધિઓના નોમિનેશન દ્વારા ભરવામાં આવે છે.

દેશના અલગ અલગ રાજયોની કુલ ૫૪૩ બેઠકોમાંથી ૫૩૦ બેઠકો જે તે રાજયોની છે અને બાકીની વધેલી ૧૩ બેઠકો કેન્‍દ્રશાસિત પ્રદેશોની છે જે પૈકીની વૈકલ્‍પિક બેઠકોમાંથી ૭૯ બેઠકો SC(અનુસુચિત જાતિ) અને ૪૧ બેઠકો ST(અનુસુચિત આદિજાતિ)માટે અનામત રાખવામા આવેલી છે.

ભારતના આ ૨૮ રાજયોમાંથી આપણાં ગરવી ગુજરાતમાં લોકસભાની કુલ ૨૬ બેઠકો આવેલી છે જેમાંની સૌથી અગત્‍યની અને  મહત્‍વની જો કોઈ બેઠક ગણાતી હોય તો તે રાજકોટ લોકસભાની બેઠક છે કારણ કે ત્‍યાંથી ઊભા રહેનારા દરેક ઉમેદવાર માટે તે શૂકનવંતી સાબિત થઈને આગળ જતા તેમના માટે એક જેકપોટ પુરવાર થયેલી છે.

લોકસભાની આ રાજકોટની બેઠક એ ગુજરાતના ૨૬ લોકસભા મત વિસ્‍તારો પૈકીની એક છે જે જનરલ કેટેગરીમાં આવે છે અને રાજકીય રીતે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો માટે તે ખૂબજ મહત્‍વ ધરાવે છે.

ગુજરાતની આ સૌથી મહત્‍વની ગણાતી લોકસભાની રાજકોટ બેઠક પર આશરે ૨૩ લાખ મતદાતાઓ છે જેમાં સૌથી વધુ વોટરો પાટીદારોના છે જેમાં કડવા અને લેઉવા બંનેના મળીને લગભગ ૫.૮ લાખ મતદારો નિર્ણાયક બળ સાથે સૌની મોખરે છે તો ૩.૫ લાખ મતદારો સાથે બીજા નંબરે કોળી મતદારો છે અને ૨.૩ લાખ મતદારો સાથે માલધારી(બંને OBC)મત સાથે ત્રીજા નંબરે છે. બાકી બચેલાઓમાં આશરે ૧.૫ લાખ મતદારો રાજપૂત સમાજના છે તો ૧.૮ લાખ મતદારો દલિત સમાજના છે તેમજ લગભગ ૨ લાખ લઘુમતી મતદારો છે તો ૩ લાખ બ્રાહ્મણ અને લોહાણા સમુદાયના મતદારો છે અને બાકીના અન્‍ય જ્ઞાતિઓના છે.

રાજકોટ-૨ વિધાનસભા બેઠક જે હવે રાજકોટ વેસ્‍ટ(પヘમિ) બેઠક તરીકે ઓળખાય છે જેના મતવિસ્‍તારમાં ટંકારા, રાજકોટ ヘヘヘヘヘヘヘપヘમિ, જસદણ, વાંકાનેર, રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્‍ય એમ કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જે તમામ જગ્‍યાઓએ થયેલા જંગી મતદાનને ધ્‍યાનમાં રાખીને EC(Election Commission) એટ્‍લે કે ચૂંટણી પંચ અધિકારીએ એવુ જણાવ્‍યુ છે કે આ વખતે આ લોકસભા ક્ષેત્રમાં કુલ ૫૮.૨૮% મતદાન નોંધાયું છે.

ગુજરાત દાયકાઓથી BJP એટ્‍લે કે ભાજપ અર્થાત ભારતીય જનતા પાર્ટીનું એક વિશાળ સ્‍તર પર ફેલાયેલું ગઢ રહેલું છે અને રાજકોટ એ આ ગઢમાં આવેલો ભાજપનો ‘અભેદ કિલ્લો' છે જેને ભેદવો એ અન્‍ય પક્ષના ઉમેદવારો માટે લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન અને જટિલ કાર્ય છે. 

રાજકોટ લોકસભા મત વિસ્‍તારના ભાજપના ‘અભેદ કિલ્લા' જેવી રાજકોટ પヘમિ બેઠક પરથી જેણે પોતાની રાજકીય કારકિર્દીની શુભ શરૂઆત કરેલી, જેણે સોસિઅલ મીડિયાના પ્‍લેટફોર્મ ફેસબુક પર કરાયેલી દરેક પોસ્‍ટ પર સરેરાશ ૯૯,૧૩૩ ક્રિયાપ્રતિક્રિયા સાથે સૌથી અસરકારક વિશ્વ નેતા તરીકેની પોતાની એક અલગજ છબી ઉપસાવી છે, જેણે ફોટો-શેરિંગ પ્‍લેટફોર્મ ઇન્‍સ્‍ટાગ્રામ પર ૧૨ મિલિયન ફોલોઅર્સ સાથે જગતના ૫૦ સૌથી વધુ પસંદ કરાયેલા વિશ્વ નેતાઓની યાદીમાં ટોચનું સ્‍થાન પ્રાપ્ત કર્યું છે અને જેણે ટ્‍વિટર પર ૪૪ મિલિયન ફોલોઅર્સ સાથે વૈશ્વિક સ્‍તરે ત્રીજા સૌથી વધુ અનુસરવામાં આવતા વ્‍યક્‍તિ તરીકે દુનિયાભરમાં પોતાના નામનો ડંકો વગાડયો છે એવા આપણાં દેશના સૌથી પ્રિય, લોક લાડીલા અને દેશની ધડકન ગણાતા વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના એક સમયના તત્‍કાલિન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની રાજકીય સફર સાલ ૨૦૦૧માં રાજકોટથી શરૂ થયેલી જયારે તેમણે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગી લીડથી જીત હાંસલ કરેલી.

હાલમાં લોકસભા સાંસદ તરીકે ઉતર પ્રદેશના વારાણસી શહેરનું પ્રતિનિધિત્‍વ ધરાવતા  દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ દમોદરદાસભાઈ મોદી વર્ષ ૨૦૦૧ના ઓક્‍ટોબર માહિનામાં જયારે ગુજરાતના નાથ બન્‍યા હતા ત્‍યારે તેઓ ધારાસભ્‍ય નહોતા અને તેમને મુખ્‍યમંત્રી પદ પર ચાલુ રહેવા માટે ૬ મહિનાના સમયગાળામાં ધારાસભ્‍ય તરીકે ચૂંટાવું ફરજિયાત હતું. આવા સમયે તેમણે સમગ્ર રાજયની તમામ વિધાનસભા બેઠકો પર નજર દોડાવી અને ગુજરાતની રાજકોટ પヘમિની બેઠક પરનો ભાજપનો વિજય ઈતિહાસને ધ્‍યાનમાં રાખીને તેમણે આ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડવાનું નક્કી કરેલું. પરંતુ તે બેઠક પર એ વખતે શ્રી વજુભાઈ રુડાભાઇ વાળા ધારાસભ્‍ય હતા. તેમણે એ બેઠક પરથી ધારાસભ્‍યપદેથી રાજીનામું આપી નરેન્‍દ્રભાઈ મોદી માટે રાજકોટ-૨ વિધાનસભાની બેઠક ખાલી કરી આપેલી. વજુભાઇ વાળાના રાજીનામાના કારણે રાજકોટ-ヘヘヘヘヘヘヘપヘમિની એ બેઠક પર પેટાચૂંટણી આવેલી જેમાં નરેન્‍દ્રભાઈ મોદીએ ઉમેદવારી કરી અને વર્ષ ૨૦૦૨ના ફેબ્રુઆરી મહિનાની ૨૧મી તારીખે આ બેઠક પર મતદાન યોજાયું જેની તારીખ ૨૪મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ થયેલી મતગણતરીમાં ભાજપના શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ  તેમના પ્રતિસ્‍પર્ધી INC(ઇંડિયન નેસનલ કોંગ્રેસ) ટૂંકમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ નરભેરમભાઈ મહેતાને ૧૪,૭૨૮ મતોથી પરાસ્‍ત કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો.

રાજકોટ લોકસભા મતવિસ્‍તારની રાજકોટ પヘમિની આ બેઠક પર બધા પક્ષોની નજર એટલા માટે મંડાયેલી છે કારણ કે ભાજપે વર્ષ ૨૦૧૪ અને સાલ ૨૦૧૯માં બંને વાર ચૂંટાયેલા બે વખતના સિટિંગ સાંસદ શ્રી મોહનભાઈ કલ્‍યાણજીભાઈ કુંડારીયાને હટાવીને પાટીદાર સમાજના કડવા પેટા-સંપ્રદાય સાથે જોડાયેલા શ્રી પરષોત્તમભાઇ ખોડાભાઈ રૂપાલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે તો બીજી તરફ કોંગ્રેસે લેઉવા પાટીદારના પૂર્વ ધારાસભ્‍ય શ્રી પરેશકુમાર ધીરજલાલ ધાનાણીને તેમના પ્રતિસ્‍પર્ધી તરીકે મેદાને જંગમાં ઉતાર્યા છે.

     રાજકોટ લોકસભા બેઠકની સૌથી રસપ્રદ વાત એ છે કે જે બે ઉમેદવારો રાજકોટમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે બંને પાટીદારો છે અને તેઓ બંને રાજકોટ જિલ્લાના પાડોશી એવા અમરેલી જિલ્લાના વતની છે જેમાં શ્રી પરેશકુમાર ધીરજલાલ ધાનાણી અમરેલીના પાટીદાર સમાજના લેઉવા પેટા સમુદાયના છે તો શ્રી પરષોતમભાઈ ખોડાભાઈ રૂપાલા પાટીદાર સમાજના કડવા પેટાજાતિના છે અને તેઓ બંને રાજકોટના મતદારો માટે રાજકોટની બહારના તદન બે નવા ચહેરાઓ છે.

ભાજપ સરકારના પશુપાલન, ડેરી અને મત્‍સ્‍યોદ્યોગના કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાતમાં છેલ્લા ત્રણ ટર્મથી રાજયસભાના સભ્‍ય રહેલા તેમજ વર્ષ ૧૯૯૧, સાલ ૧૯૯૫ અને વર્ષ ૧૯૯૮માં અમરેલીથી ધારાસભ્‍ય રહી ચૂકેલા શ્રી પરષોત્તમભાઇ રૂપાલા પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તો સામા પક્ષે શ્રી પરેશકુમાર ધાનાણીએ વર્ષ ૨૦૧૨ અને સાલ ૨૦૧૭માં વિધાનસભાની બેઠકો પરથી ચૂંટણી જીતી છે પરંતુ વર્ષ ૨૦૨૨માં તેઓ ભાજપના કૌશિક વેકરિયા સામે હારી ગયા હતા. 

રાજકોટ લોકસભા મતવિસ્‍તારની ચૂંટણીના બે પ્રતિસ્‍પર્ધીઓ શ્રી પરેશકુમાર ધાનાણી અને શ્રી પરષોતમભાઈ રૂપાલા બંનેનો રાજકીય ઈતિહાસ રાજકોટ બેઠકની ચૂંટણીને અત્‍યંત રસપ્રદ બનાવે છે.      વર્ષ ૨૦૦૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુવાન ઉમેદવાર પરેશકુમાર ધાનાણીએ અમરેલીમાં પરષોતમભાઈ રૂપાલાને બે લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્‍યા હતા અને ત્‍યારબાદ પરષોતમભાઈ રૂપાલાએ અત્‍યાર સુધી કોઈ ચૂંટણી લડી નથી.

આ ઘટનાને બે દાયકા બાદ એટ્‍લે કે આશરે ૨૧ વર્ષો પછી આ બંને ઉમેદવારો ફરીથી એકબીજાનો સામનો કરવા માટે તૈયાર થયા છે. કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક માટે પરેશકુમાર ધાનાણીની પસંદગી કરીને ભાજપના ગઢને ગુજરાતની રણભૂમિમાં ફેરવી દીધું છે.

કોંગ્રેસના ઉમેદવાર પરેશકુમાર ધાનાણી પણ આ વખતે સંસદીય ચૂંટણી લડવાના મૂડમાં નહોતા અને ચૂંટણી લડવા માટે અનિચ્‍છા ધરાવતા હતા પરંતુ ત્‍યારબાદ તેમણે એવું જાહેર કરેલું કે જયાં સુધી ભાજપ રૂપાલાના આદેશને રદ નહીં કરે ત્‍યાં સુધી તેઓ રાજકોટમાં રૂપાલા સામે લડશે.

કેન્‍દ્રીય પ્રધાન શ્રી પરષોતમભાઈ રૂપાલાએ તારીખ ૨૨મી માર્ચે તેમના ચૂંટણી પ્રચારના ભાષણ દરમિયાન એવી ટિપ્‍પણી કરી હતી કે અગાઉના ‘મહારાજાઓ' (ક્ષત્રિય રાજાઓ)એ અંગ્રેજો જેવા વિદેશી શાસકોને વશ થઈને તેમની સાથે કૌટુંબિક સંબંધો બાંધ્‍યા હતા અને રજવાડાના પરિવારોએ બ્રિટિશ શાસકો સાથે રોટલો તોડી તેમની સાથે તેમની દીકરીઓના લગ્ન પણ કર્યા હતા. તેમણે વધુમાં દલિત સમુદાયની પ્રશંસા કરતા એમ પણ જણાવેલુ કે તે બ્રિટિશ શાસન સામે તેઓ ઝૂક્‍યા નથી અને  આમ શ્રી રૂપાલાના ભાષણમાં ક્ષત્રિય સમાજને નીચા દેખાડાતા સ્‍વભાવિક રીતે ક્ષત્રિય સમાજમાં અસંતોષની લાગણી પ્રવરતેલી જે ગુસ્‍સાના સ્‍વરૂપમાં પ્રગટ થઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લગભગ એક ડઝન સ્‍થળોએ વિરોધ પ્રદર્શન મારફતે બહાર નીકળી આવેલી. 

આમ પાટીદારોની બે પેટા જાતિઓ કડવા પાટીદાર વિરૂદ્ધ લેઉવા પાટીદારની આ લડાઈમાં નારાજ થયેલો ક્ષત્રિય સમાજ કોની તરફેણમાં મતદાન કરે છે અને કઈ જ્ઞાતિનો ઉમેદવાર વિજયમાળા પહેરશે એ તો  આવનારો સમયજ નક્કી કરશે.

રાજકોટ વર્ષ ૧૯૮૯થી ભાજપનો ગઢ રહ્યો છે અને ૨૦૦૯ અને ૨૦૧૪ સિવાય આ બેઠક હંમેશા ભાજપ પાસે જ રહી હતી. ૨૦૦૯ થી ૨૦૧૪ની વચ્‍ચે કોંગ્રેસના તત્‍કાલિન ઉમેદવાર શ્રી કુંવરજી બાવળિયાએ ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી. જોકે બાદમાં વર્ષ ૨૦૧૮માં શ્રી કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા હતા અને આગામી પેટાચૂંટણીમાં તેમણે આ બેઠક જાળવી રાખી હતી.

રાજકોટ લોકસભા બેઠકની સૌથી રસપ્રદ વાત એ છે કે જે બે ઉમેદવારો રાજકોટમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે બંને રાજકોટ જિલ્લાના પાડોશી એવા અમરેલી જિલ્લાના વતની છે અને પરેશકુમાર ધાનાણી અમરેલીના પાટીદાર સમાજના લેઉવા પેટા સમુદાયના છે તો પરષોતમભાઈ રૂપાલા પાટીદાર સમાજના કડવા પેટાજાતિમાંથી છે.

પરેશકુમાર ધાનાણી જે રાજકોટ લોકસભા મતવિસ્‍તારમાં પ્રભુત્‍વ ધરાવે છે ત્‍યાં રાજકોટના લગભગ ૨૫્રુ મતદારો પાટીદારો છે અને લેઉવા પટેલો રાજકોટ અને મોરબીના બે જિલ્લાઓને આવરી લેતા મતવિસ્‍તારની પાટીદાર વસ્‍તીના લગભગ ૮૦% જેટલા છે.

અત્‍યાર સુધીમાં રાજકોટ લોકસભા બેઠક પર વર્ષ ૧૯૮૯ થી સાલ ૨૦૧૯ સુધીમાં યોજાયેલી ૯ ચૂંટણીમાંથી કોંગ્રેસ ફક્‍ત એક જ વાર જીતી શકી છે જયારે બાકીની ૮ ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો છે. વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસના ઉમેદવાર શ્રી કુંવરજી બાવળિયા તેમના પ્રતિસ્‍પર્ધી ભાજપના ઉમેદવાર શ્રી કિરણભાઈ ભાલોડિયાને હરાવીને રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા જયારે વર્ષ ૨૦૧૪ અને સાલ ૨૦૧૯માં ભાજપના ઉમેદવાર શ્રી મોહન કુંડારિયાની જીત થઇ હતી.

વર્ષ ૧૯૪૭ના ઓગસ્‍ટ મહિનાની ૧૫મી તારીખે ભારત અંગ્રેજોની ગુલામીમાં આઝાદ થયેલું ત્‍યારે સૌરાષ્ટ્ર એક અલગ રાજય બનેલું અને સૌરાષ્ટ્ર સ્‍ટેટના પ્રથમ મુખ્‍યમંત્રી શ્રી ઉછરંગરાય નવલશંકર ઢેબર સાલ ૧૯૬૨માં રાજકોટની આ બેઠક પરથી કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાયા હતા.     ત્‍યારબાદ વર્ષ ૧૯૭૨માં ગુજરાતના મુખ્‍યમંત્રી બનતા પહેલા શ્રી ઘનશ્‍યામભાઈ ઓઝા સાલ ૧૯૭૧માં રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ બન્‍યા હતા તો વર્ષ ૧૯૯૫માં ગુજરાતનાં મુખ્‍યમંત્રી બનેલા શ્રી કેશુભાઈ પટેલ પણ રાજકોટની આ બેઠક પરથી સાલ ૧૯૭૭માં ભારતીય લોકદળની ટિકિટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

વર્ષ ૨૦૦૨માં ગુજરાતના નાથ બનેલા શ્રી નરેન્‍દ્રભાઈ દામોદરદાસ   મોદીએ પણ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી હતી તો સાલ ૨૦૧૬માં ગુજરાતના મુખ્‍યમંત્રી બનેલા શ્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટની આ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્‍યા હતા.

આમ રાજકોટની આ લોકસભા બેઠકે ગુજરાત રાજયને શ્રી ઘનશ્‍યામભાઈ ઓઝા, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ અને શ્રી વિજયભાઈ રૂપાણી જેવા ચાર મુખ્‍યમંત્રીઓ ઉપરાંત દેશને છાજે તેવા કાબિલ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ દામોદરદાસ મોદીના રૂપમાં આપ્‍યા છે.

કમલ જારોલી

એડવોકેટ એન્‍ડ નોટરી

રાજકોટ

મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬

(4:47 PM IST)