<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ધાર્મિક સ્‍થળો-મ્‍યુઝીયમ સહિતના સ્‍થળો ચોખ્‍ખા ચણાંક કરતું મનપા તંત્ર

ર૦ર૬ સુધીમાં કચરા-મુકત શહેર બનશે

રાજકોટઃ ભારત સરકાર દ્વારા વર્ષ-ર૦૧૪માં શરૂ કરાયેલ સ્‍વચ્‍છ ભારત મિશન ૧.૦ સમગ્ર દેશમાં સ્‍વચ્‍છતા અને સ્‍વચ્‍છતાને પ્રોત્‍સાહન આપવા માટે નિમિત બની રહ્યું છે. રાજય સરકારશ્રી દ્વારા ‘‘નિર્મળ ગુજરાત ર.૦'' લોન્‍ચ કરવામાં આવેલ છે. ‘‘નિર્મળ ગુજરાત ર.૦''ના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧ થી તા. ૧પ  દરમ્‍યાન મહાનગરપાલિકા દ્વારા તા. ૧ અને ર ના રાજકોટ શહેરમાં આવેલ ધાર્મિક સ્‍થળો, મ્‍યુઝીયમ, પ્રવાસન સ્‍થળો, હેરીટેજ બિલ્‍ડીંગ તથા શહેરના એન્‍ટ્રી પોઇન્‍ટની સઘન સફાઇની કામગીરી હાથ ધરેલ જેમાં કુલ ૪૯૩ સફાઇ કામદાર મારફત સફાઇ ઝુંબેશ કરેલ જેમાં કુલ ૩૯ ટન કચરાનો નિકાલ કરેલ છે.

ઉપરોકત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગો દેસાઇની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. પર્યાવરણ ઇજનેર/નેીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ.

(4:52 PM IST)