તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 3rd June 2024
ધો.૯થી લઇને અનુસ્નાતક-એન્જીનીયરીંગના શિક્ષણ માટે સ્કોલરશીપ ઉપલબ્ધ
- ધોરણ ૯ થી ૧ર, સ્નાતક, અનુસ્નાતક, વ્યવસાયિક (પ્રોફેશનલ) કક્ષાનું શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ - દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ સ્કોલરશીપ - એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીનીઓ માટે પણ અરજીની તક

રાજકોટ તા. ૩ :.. ભારત સહિત સમગ્ર વિશ્વમાં શિક્ષણનું મહત્વ સતત વધતું જાય છે ત્યારે ઊજજવળ કારકિર્દીનું નિર્માણ કરવા અર્થે વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ - અલગ ક્ષેત્રો માટે સમાજોપયોગી-જીવનોપયોગી સ્કોલરશીપ મળી રહી છે. સ્કોલરશીપના સહયોગથી શિક્ષણ મેળવવામાં ઘણી સરળતા થઇ જતી હોય છે. હાલમાં ઉપલબ્ધ શિષ્યવૃત્તિ ઉપર એક નજર કરીએ તો...
* જે. એમ. સેઠીયા મેરીટ સ્કોલરશીપ સ્કીમ ર૦ર૪ અંતર્ગત જે. એમ. સેઠીયા ચેરીટેબલ ટ્રસ્ટ (NGO) દ્વારા ધોરણ ૯ થી ૧ર, સ્નાતક, અનુસ્નાતક તથા વ્યવસાયિક (પ્રોફેશનલ) અભ્યાસક્રમમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને શૈક્ષણીક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સહયોગ આપવાના હેતુ સાથે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણીક કોર્ષ દરમ્યાન દર મહિને એક હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ મેળવાપાત્ર થશે. આ માટે તા. ૩૧-૭-ર૦ર૪ સુધીમાં અરજી કરી શકાય છે. પોસ્ટ દ્વારા અરજી મોકલવાનું સરનામુ : જે. એમ. સેઠીયા ચેરીટેબલ ટ્રસ્ટ, ૧૩૩, શ્રી રામ બિહારી બસુ રોડ, ત્રીજો માળ, રૂમ નં. ૧પ, કોલકતા ૭૦૦ ૦૦૧.
અથવા
ગાંધી હાઉસ, પાંચમો માળ, ૧૬, ગણેશચંદ્ર એવન્યુ, કોલકતા-૭૦૦ ૦૧૩, ઇમેલ :- [email protected]/ મો. નં. (+૯૧) - ૯૩૩૯૭૯
- અરજી કરવા માટેની પાત્રતા
ધોરણ ૯ થી લઇને અનુસ્નાતકકક્ષા તથા પ્રોફેશનલ ડીગ્રી સુધીના ફુલટાઇમ કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. અરજી કરનાર વિદ્યાર્થીઓએ છેલ્લી યોગ્યતા પરીક્ષામાં નિયમ મુજબ ઓછામાં ઓછા માર્કસ મેળવેલા હોવા જરૂરી છે. સ્ટ્રીમ તથા અભ્યાસ ક્રમ મુજબ જરૂરી સ્કોરમાં ફેરફાર હોય છે.
- અરજી સંદર્ભેની લીંક
www.b4s.in/Akila/jmsm4
* હોપ એન્જીનીયરીંગ સ્કોલરશીપ બાય શેફલર ઇન્ડિયા અંતર્ગત એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીનીઓને આર્થિક સહયોગ રૂપે સ્કોલરશીપ આપવામાં આવે છે.
દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. પસંદ થનાર વિદ્યાર્થીઓને પ૦ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૭-ર૦ર૪ છે.
- અરજી કરવા માટેની પાત્રતા
આ શિષ્યવૃત્તિ માત્ર મહિલા વિદ્યાર્થીનીઓ માટે છે જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. અરજદાર વિદ્યાર્થીનીઓએ શૈક્ષણીક વર્ષ ર૦ર૩-ર૪ માં ધોરણ ૧ર (વિજ્ઞાન) માં ૬૦ ટકાથી વધુ મેળવેલ હોવા જરૂરી છે. તેઓએ ભારતની કોઇપણ માન્યતા પ્રાપ્ત એન્જીનીયરીંગ કોલેજમાં એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં એડમીશન લીધેલું હોવું જોઇએ. અરજદારોની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે.
- અરજી કરવા માટેની લીંક
www.b4s.in/Akila/sihe15
* આધાર કૌશલ સ્કોલરશીપ પ્રોગ્રામ ફોર યુથ વીથ ડીસએબિલિટીઝ અંતર્ગત શારીરિકરૂપથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આધાર હાઉસિંગ ફાયનાન્સ લિમીટેડ ( AHfL) દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ અંતર્ગત અરજદારોની ભૌગોલિક સ્થિત, લિંગ (ષાી-પુરૂષ વિગેરે) અથવા તેઓની સામાજીક-આર્થિક પરિસ્થિતિ સુનિヘતિ કરીને સમાન શૈક્ષણીક તક સંદર્ભે નિર્ણય લેવામાં આવે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને દસ હજારથી પચાસ વચ્ચેની રકમ શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ર૩-૭-ર૦ર૪ છે.
- અરજી કરવા માટેની પાત્રતા
અઢીથી ત્રણ લાખ રૂપિયા સુધીની પારિવારિક વાર્ષિક આવક ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ કે જેઓ સામાન્ય અથવા તો વ્યવસાયિક (પ્રોફેશનલ) સ્નાતક અભ્યાસક્રમમાં શિક્ષણ લઇ રહ્યા છે તેઓ અખિલ ભારતીય કક્ષાએથી અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓએ છેલ્લા શૈક્ષણીક વર્ષમાં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવેલા હોવા અનિવાર્ય છે.
- અરજી કરવા માટેની લીંક
www.b4s.in/Akila/aksp1
ઉચ્ચ શિક્ષણ સાથે ઉજવવળ ભવિષ્યનું નિર્માણ કરવાના હેતુ અર્થે જીવનોપયોગી સ્કોલરશીપ મળી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મ વિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.
(4:57 PM IST)










